August 9, 2024 10:58 AM

રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા હેતુથી 15 ઓગસ્ટ સુધી ચાલનાર ‘હર ઘર તિરંગા ઝુંબેશ’નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.

રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા હેતુથી 15 ઓગસ્ટ સુધી ચાલનાર ‘હર ઘર તિરંગા ઝુંબેશ’નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે દેશના નાગરિકોને પોત-પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા, તેમજ તિરંગા સાથે સેલ્ફી લઈને હર ઘર તિરંગા વ...

August 9, 2024 10:56 AM

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિષુય ગોયેલે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજું સૌથી મોટું નિર્માતા છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિષુય ગોયેલે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજું સૌથી મોટું નિર્માતા છે. નવી દિલ્હીમાં 8માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફૂટવેર મેળા - 2024ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે, જ્યારે ભારત આ ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરે. શ્રી ગોય...

August 9, 2024 10:55 AM

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારીને મજબૂત બનાવવાનો તેમજ દ્વિપક્ષીય સંબંધો માટેના નવા અવસર ઉભા કરવાનો છે. જૂનમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત યાત્રા બાદ વિદેશ મંત્રી...

August 9, 2024 10:50 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. આ પૂર્વે ગઈકાલે કન્નૂર અને વાયનાડમાં પ્રધાનમંત્રી માટેની સુરક્ષા બેઠક મળી હતી. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પ...

August 9, 2024 10:43 AM

ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે.

ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે. ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે. જેઓ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજ...

August 9, 2024 10:36 AM

અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે

અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ વર્ષે જીવલેણ અકસ્માતમાં લગભગ 24 % જેટલો ઘટાડો નોંધાયો છે.શહેરના ટ્રાફિક ડીસીપી સફીન હસને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું.

August 9, 2024 10:35 AM

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે, આ નવી પહેલ હેઠળ, અમદાવાદ મંડળના અમદાવાદ, મણિનગર, અસારવા, સાબરમતી તથા ગાંધીગ્રામ સ્ટેશનોના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ડીજીટલ માધ્યમથી નાણા ચૂકવી શકાશે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વધુ ઉપયોગી...

August 9, 2024 10:32 AM

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આગામી મિટીંગ પૂર...

August 9, 2024 10:28 AM

રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા વિતરણ કાર્યક્રમ યાજોઇ રહ્યો છે

દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશ ભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી ...

August 9, 2024 10:23 AM

રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ.

રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ છે. જેમાંથી સૌથી વધુ કેસો સાબરકાંઠા જિલ્લામાં 16, અરવલ્લીમાં 7, બનાસકાંઠામાં 7, મહિસાગરમાં 4, ભરૂચમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 12, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તા...