August 9, 2024 2:28 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે. જેઓ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે ...

August 9, 2024 2:27 PM

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી ત્રણ દિવસના મલેશિયા પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારીને મજબૂત બનાવવાનો તેમજ દ્વિપક્ષીય સંબંધો માટેના નવા અવસર ઉભા કરવાનો છે. જૂનમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત યાત્રા બાદ વિદેશ...

August 9, 2024 4:19 PM

આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. વિશ્વ વિખ્યાત ગીર અભયારણ્યમાં સિંહ સંવર્ધન, સિંહ રક્ષણ, અને સિંહદર્શનની પ્રવૃત્તિને વેગ મળે તે માટે 10મી ઓગસ્ટે સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર અભયારણ ખાતે ખાસ ઉપસ્થિ...

August 9, 2024 11:27 AM

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વીય અને પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. તો પૂર્વીય રાજ્યોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સમાન સ્થિતિ રહી શકે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તાર...

August 9, 2024 11:26 AM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર કોવિડ પછી મૂડી ખર્ચમાં વધુને વધુ રકમ ખર્ચ સાથે ભાર આપી રહી છે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર કોવિડ પછી મૂડી ખર્ચમાં વધુને વધુ રકમ ખર્ચ સાથે ભાર આપી રહી છે. તેમણે જણાવ્યું કે, અસરકારક મૂડી ખર્ચ 15.02 લાખ કરોડ રૂપિયા અથવા 2023-24માં 18 ટકાનો અંદાજ લગાવી શકાય છે. કેન્દ્રીય નાણામંત્રી ગઇકાલે રાજ્યસભામાં નાણા ખરડો, વિનિયોગ ખરડો અને જમ્મુ-કા...

August 9, 2024 11:14 AM

ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી.

ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી છે. એક સંયુક્ત નિવેદનમાં આ ત્રણેય દેશોએ ઇઝરાયેલ અને હમાસને 15 ઑગસ્ટે દોહા અથવા કાઇરોમાં કોઈ પણ વિલંબ વિના વાટાઘાટો પુન: શરૂ કરવા અપીલ કરી છે. આ નિવેદનમાં કહેવાયું છે કે યુદ્ધ વિરામ સમજૂતિ...

August 9, 2024 11:12 AM

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેની તૈયારીઓના ભાગ રૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડૉ એસ. એસ સંધુ જમ્મૂ કાશ્મીરની બે દિવસીય પ્રવાસે છે. આ મુલાકાત રાજ્યમાં એકીકૃત અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચ...

August 9, 2024 11:03 AM

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 1972માં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત 2 વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. હૉકી ઇન્ડિયાએ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હૉકી ટીમના પ્રત્ય...

August 9, 2024 11:02 AM

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડાએ ભારતને તેનો પ્રથમ રજત ચંદ્રક અપાવ્યો છે.

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડાએ ભારતને તેનો પ્રથમ રજત ચંદ્રક અપાવ્યો છે. નીરજ ચોપરાએ ગઈ રાતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 86.45 મીટર સાથે સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર થ્રો સાથે અગાઉનો 90.57 મીટરનો ઓલિમ્પિક રેકોર્ડ તોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્વૌપદ...

August 9, 2024 11:01 AM

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહોમ્મદ શહાબુદ્દીને ગઈકાલે ઢાકાના બંગ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોમ્મદ યૂનુસને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમા...