August 9, 2024 2:52 PM

આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી મોદીએ આ ચળવળમાં ભાગ લેનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી

આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચળવળમાં ભાગ લેનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળને સ્વતંત્રતા સંગ્રામની અમૂલ્ય ક્ષણ ગણાવી હતી. આ પ્રસંગે વિડિયો સંદેશ દ્વારા વિચારો રજૂ કરતા શ્રી મોદીએ સંસ્થાનવાદી શાસનથી ભારતની આઝાદી...

August 9, 2024 2:50 PM

રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતીની 91 જેટલી ઘટનાઓ સામે આવી છે:કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતીની 91 જેટલી ઘટનાઓ સામે આવી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આપેલા જવાબમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે, આવી ઘટનાઓમાં દુર્ભાગ્યવશ 8ના મોત થયા છે, જ્યારે 40 જેટલા ભારતીયોનો ફરજ મુક્ત કરાયા છે, હજી 69 જેટલા ભારતીયો ફરજ મુક્ત થવાન...

August 9, 2024 2:49 PM

દેશભરમાં ‘હર ઘર તિંરગા ઝુંબેશ’નો પ્રારંભ, દેશભરમાં 200થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

દેશભરમાં ‘હર ઘર તિંરગા ઝુંબેશ’નો પ્રારંભ, દેશભરમાં 200થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાંસ્કૃતિક મંત્રાલયે દેશના નાગરિકોને પોત-પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા, તેમજ તિરંગા સાથે સેલ્ફી લઈને હર ઘર તિરંગા વેબસાઇટ પર અપલોડ કરવા અપીલ કરી છે. આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી 11 થી 13 ઓગસ્ટ સુધી દરેક...

August 9, 2024 2:47 PM

દિલ્હી આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ

સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત મનિલૉન્ડરિંગ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું કે સિસોદિયા 17 મહિનાથી કસ્ટડીમાં છે, છતાં સુનાવણી શરૂ નથી થઈ. આ તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખે છે. અદાલતે આ...

August 9, 2024 2:44 PM

લોકસભામાં નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકની સફળતા માટે બિરદાવવામાં આવ્યા

લોકસભાની કાર્યવાહી શરૂ થતા ગૃહમાં નિરજ ચોપરાને રજત ચંદ્વક જીત બદલ તેમજ ભારતીય ટીમને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આ ઐતિહાસિક જીતથી યુવાનોને જરૂર પ્રેરણા મળશે. ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પ્રસંગે ગૃહમાં મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાની...

August 9, 2024 2:41 PM

પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ રજત ચંદ્રક જીત્યો

પેરિસ ઑલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગઈ રાતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 86.45 મીટર સાથે સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર થ્રો સાથે અગાઉનો 90.57 મીટરનો ઓલિમ્પિક રેકોર્ડ તોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃ...

August 9, 2024 2:37 PM

ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 1972માં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત 2 વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. હૉકી ઇન્ડિયાએ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હૉકી ટીમના પ્રત્ય...

August 9, 2024 2:35 PM

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહોમ્મદ શહાબુદ્દીને ગઈકાલે ઢાકાના બંગ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોમ્મદ યૂનુસને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમા...

August 9, 2024 2:34 PM

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વીય અને પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. તો પૂર્વીય રાજ્યોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સમાન સ્થિતિ રહી શકે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તાર...

August 9, 2024 2:32 PM

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની બે દિવસીય સમીક્ષા શરૂ કરી

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં ટૂંક સમયમાં યોજનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડૉ એસ. એસ સંધુ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આજે તેઓ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે બેઠક કરશે. જે બાદ તેઓ અમલીકરણ એજન્સીઓ સાથે ...