August 9, 2024 8:00 PM

સર્વોચ્ચ અદાલતે 11 ઓગસ્ટના રોજ યોજાનારી 2024 નીટ-પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે 11 ઓગસ્ટના રોજ યોજાનારી 2024 નીટ-પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી દીધી છે . અદાલતે કહ્યું હતું કે બે લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકવું એ  અન્યાય હશે, એ અરજીને ફગાવી દેવામાં આવી હતી જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પરીક્ષા કેટલાક શહેરોમાં  ઉમેદવારો માટે ખૂબ અસુવિ...

August 9, 2024 7:39 PM

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે

દેશભરમાં 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આવતીકાલે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. બહુમાળી ભવનથી જ્યુબેલી ચોક સુધી યોજાનાર આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ રાષ્ટ્રભાવના સાથે જોડાશે. મુખ્યમ...

August 9, 2024 7:36 PM

ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં 836 કરોડ રૂપિયાથી વધુની કિંમતના નશીલા પદાર્થો સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં ૮૩૬ કરોડ રૂપિયાથી વધુની કિંમતના નશીલા પદાર્થો સહિતના મુદ્દામાલ જપ્ત કરી ૧૪ આરોપીઓ સામે ગુના દાખલ કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિષે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી છ...

August 9, 2024 7:34 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 130 મીટર પાર થયો છે જે મહત્તમ સપાટીથી માત્ર 8 મીટર દૂર છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 3 લાખ 67 હજાર ક્યુસેક પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમની સપાટી 130.41 મીટરે પહોંચી છે. ડેમ હાલ 65 ટકા ભરાયો છે...

August 9, 2024 7:32 PM

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી વિવિધ પ્રકારની ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. લીલી ઇયળ કપાસના છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોઇ, આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવા તેમજ ફુલોમાં ૫ થી ૧૦ ટકા જેટલું નુકશાન જોવા ...

August 9, 2024 7:28 PM

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે, નીફટ અને એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમજ શાળાના પ્રિન્સિપાલ અને માજી સેના અધિકારીઓને તિરંગા આપવામાં આવ્યા. આવતીકાલે કચ્છના કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથ...

August 9, 2024 7:42 PM

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

આજે વિશ્વ આદિવાસી દિવસ છે. રાજયમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓમાં ૯૦ લાખ જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. આજે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...

August 9, 2024 4:07 PM

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા

રાજ્યમાં આજે સવારે છ થી બપોરે 12 વાગ્યા સુધી નહિવત વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાત મિલિમીટર વરસાદ મોરબી તાલુકામાં પડ્યો છે.તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા છે.જોકે હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાનું યથાવત છે.હાલમાં ડેમની સપાટી 334...

August 9, 2024 4:08 PM

આજથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ

આજથી 15 ઓગસ્ટસુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષગોરધન ઝ્ડફિયાએ જણાવ્યુ કે, આ વખતે 50 લાખ જેટલા ધ્વજ દરેક ઘરમાં ફરકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ડાંગ જિલ્લામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાયું હતું. તો બીજી તરફ મહુવા ...

August 9, 2024 2:54 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે. નવનિર્મિત બેલી બ્રીજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ...