August 14, 2024 2:47 PM

આગામી વર્ષ 2025માં હજ યાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

આગામી વર્ષ 2025માં હજ યાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હજ યાત્રા પર જવા ઈચ્છતા લોકો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયને ગઈકાલે નવી દિલ્હીમાં અરજી પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શ્રી રિજિજુએ સાઉદી અરે...

August 14, 2024 2:45 PM

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનિજ અધિકારો પર બાકી વેરો વસૂલ કરી શકશે

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનિજ અધિકારો પર બાકી વેરો વસૂલ કરી શકશે. સર્વોચ્ચ અદાલતે એ દલીલને નકારી કાઢી હતી કે તેનો 25 જુલાઈનો આદેશ રાજ્યોને ખનિજ અધિકારો પર કર વસૂલ કરવાની સત્તા આપતો હતો તે 1 એપ્રિલ, 2005 પહેલાંના ખનિજ અધિકારો પર લાગુ થશે નહીં. સર્વોચ્ચ અદાલતે 25 જુલાઈએ આદેશ આપ્યો...

August 14, 2024 2:44 PM

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે કહ્યું, આ જીત ત્રિપુરાના લોકોની છે. તેમણે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચારજી અને પક્ષના કાર્યકરોને ભાજપ સરકારની વિ...

August 14, 2024 2:42 PM

ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો

ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું હતું કે, તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને તેમણે એવા નાયકોને યાદ કર્યા જેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું. નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વેગ...

August 14, 2024 2:41 PM

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ મ...

August 14, 2024 2:39 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. આગામી શુક્રવારથી 15 મી સપ્ટેમ્બર સુધી સામાન્ય જનતા અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. 29મી ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ખેલાડીઓને આ બગીચાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળા અને યુનિવર્સિટીના શિક્...

August 14, 2024 2:38 PM

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ આમંત્રિતોમાં પંચાયતી રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ...

August 14, 2024 2:35 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે સાત વાગે સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. જેનું સીધું જીવંત પ્રસારણ આપ, આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકશો. આકાશવાણીના કેન્દ્રો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9....

August 14, 2024 2:34 PM

આજે વિભાજન વિભીષિકા દિવસ- ભોગ બનનાર ભારતના નાગરિકોને પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી અર્પી

આજે વિભાજન વિભીષિકા દિવસ છે. 1947 માં ભારતના ભાગલા દરમિયાન પીડિત લોકોના વેદનાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. . એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવા અસંખ્ય લોકોને યાદ કર્યા હતા જેઓ ભાગલાની ભયાનકતાને કારણે પ્રભાવિત થયા હતા અને તેમણે ખૂબ જ સહન કર્યુ હતુ. શ્રી મોદીએ કહ્યું કે આ ...

August 14, 2024 2:13 PM

ભ્રષ્ટાચારના કેસમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલત આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજી પર સીબીઆઈનો જવાબ માંગ્યો હતો અને આ મામલાની સુનાવણી 23 ઓગસ્ટ પર મુલતવી રાખી હતી. AAP વડાની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપક...