August 14, 2024 12:06 PM

TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતીય ટેલિકોમ નિયમન સંસ્થા – TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ નોંધણી વગરના નંબરોથી વેપારી વોઇસ કૉલ્સ માટે ટેલિકોમ સંસાધનોનો દુરઉપયોગ કરતો જોવા મળશે, તો બે વર્ષના સમયગ...

August 14, 2024 11:50 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ એક એવી ભૂમિ છે જ્યાં દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિની ભાવના ઊંડે ઊંડે અંકિત...

August 14, 2024 11:44 AM

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે.

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કરનાલમાં આયોજિત 'તિરંગા યાત્રા'માં ભાગ ...

August 14, 2024 11:21 AM

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ આમંત્રિતોમાં પંચાયતી રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ...

August 14, 2024 10:50 AM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. જેનું સીધું જીવંત પ્રસારણ આપ, આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકશો. આકાશવાણીના કેન્દ્રો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9....

August 14, 2024 10:01 AM

આજે વિભાજન વિભિષિકા દિવસ છે.

આજે વિભાજન વિભિષિકા દિવસ છે. 1947માં 14 ઓગષ્ટે અખંડ ભારત બે દેશમાં વહેચાયુ હતુ. આ દિવસને વિભાજન વિભિષિકા દિવસ તરીકે યાદ કરાય છે. વિભાજન સમયની જે યાતનાઓ અને વેદનાઓ હતી તેને આજની પેઢીની જાણકારી માટે આ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયો...

August 14, 2024 9:51 AM

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની...

August 14, 2024 8:41 AM

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના રોગચાળાને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના રોગચાળાને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 163 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાઠાં અને પંચમહાલમાં 16-16 કેસ નોંધાયેલા છે.જ્યારે અત્યાર સુધીમાં પરિક્ષણ માટે મોકલી અપાયેલા શંકાસ્પદ કેસમાંથી 60 કેસ પોઝિટીવ મળેલા છે. ચાંદીપુરા વાઇરસની હ...

August 13, 2024 7:42 PM

જાણીતા ગુજરાતી લેખક ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે

જાણીતા લેખક બાબા ભાંડ અને ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે.મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ વર્ષ 2023-24 નો કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર જાણીતા લેખક બાબા ભાંડ અને ઇશ્વરલાલ પરમારને આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર રાજ્યનાં સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવારે બંને...

August 13, 2024 7:40 PM

વલસાડના દરિયાકાંઠેથી પહેલી વાર પોણા છ કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડાયો

વલસાડ જિલ્લામાં સૌપ્રથમ વખત દરિયાકાંઠેથી પોણા છ કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પોલીસે પકડ્યો છે.વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, વલસાડ પોલીસે દ્વારકા અને કચ્છ પોલીસની મદદથી ઉદવાડા દરિયાકાંઠેથી માદક પદાર્થના 11 પેકેટ કબજે કર્યા છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પોણા છ કરોડ રૂ...