August 23, 2024 7:41 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે. વોશિંગ્ટન ડીસીમાં ભારતીયસમુદાયના લોકોને સંબોધતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને અમેરિકામજબૂત ભાગીદાર બનવાનું નક્કી કરે છે અને આ સહયોગ વધી...

August 23, 2024 7:40 PM

DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલ નેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલનેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ એર ઈન્ડિયાના ઓપરેશન ડાયરેક્ટર પર 6લાખ રૂપિયા અને ટ્રેનિંગ ડિરેક્ટર પર 3 લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ લગાવ્યો છે.ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સંબંધિત પા...

August 23, 2024 7:39 PM

નેપાળમાં, પોખરાથી કાઠમંડુ જઈ રહેલી ભારતના ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળી બસ નદીમાં પડતાં અકસ્માત સર્જાયો હતો

નેપાળમાં, પોખરાથી કાઠમંડુ જઈ રહેલી ભારતના ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળી બસ નદીમાં  પડતાં અકસ્માત સર્જાયો હતો.. ગંડકી પ્રાંતના તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડીનદીમાં બસ પડી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ અકસ્માત પૃથ્વીરાજ હાઈવે પરથયો હતો. તનાહુનના નાયબ પોલીસ અધિક્ષક દીપક કુમાર રાયના જણાવ્યા અનુસાર બ...

August 23, 2024 7:37 PM

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસસર બદલવા અંગે મહત્વની જાહેરાત કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસસર બદલવા અંગે મહત્વની જાહેરાત કરી. વિધાનસભામાં તેમણે જણાવ્યું કે, જે બાળકોનું કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આપ્રોસેસરમાં ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય જેવા કિસ્સાઓમાં કોકલિયરઇમ્પ્લાન્ટ પ્રોસેસર...

August 23, 2024 7:36 PM

ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક એમ બે વિધેયકો આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં પસાર થયા

ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક એમ બે વિધેયકો આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં પસાર થયા.. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતાંગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુનેગારોને ઝડપથી સજા અપાવવા તથાગુનામાંથી ભેગા કરેલી મિલકતને જપ્ત કરવાના ઉદ્દેશથી આ કાયદો લાવવામાં આવ્યો છે. તેમ...

August 23, 2024 7:35 PM

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગાજવીજ સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગાજવીજ સાથે એકકલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ.. ઘણા વિસ્તારોમાં પાણીભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..અરવલ્લીના મોડાસા, માલપુર, ભિલોડા, મેઘરજ સહિત સાર્વત્રિક જીલ્લામાં  ધોધમાર વરસાદ વરસ્યો.. માલપુરમાં એક કલાકમાંપોણા બે ઇંચ વરસાદ વરસત...

August 23, 2024 7:34 PM

કેન્દ્ર સરકાર દ્વારા આજથી ૧૦મી સપ્ટેમ્બર સુધી બીજા તબક્કાના PMJANMAN મહાઅભિયાનનો પ્રારંભ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા આજથી ૧૦મી સપ્ટેમ્બરસુધી બીજા તબકાન PMJANMAN મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે. સુરત જિલ્લામાં PM-JANMAN અભિયાનના બીજા તબક્કાના પ્રચાર-પ્રસારતેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝૂંબેશરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંહોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, જીલ્લામ...

August 23, 2024 7:33 PM

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે. ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટના ગુજરાતહિસ્સાનો આ સૌથી લાંબો નદીનો પુલ છે.નર્મદા એચએસઆર પુલમાં ૨૫ નંગ વેલફાઉન્ડેશનનો ...

August 23, 2024 7:30 PM

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..હવામાન વિભાગે આવતીકાલ માટે દક્ષિણગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરતમાં અતિભારે વરસાદ વરસેતેવી પણ શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે..જ્યારે આવતીકાલ...

August 23, 2024 7:33 PM

પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએચીનના બેઇજીંગ ખાતે યોજાયેલ ૧૭મી આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સુવર્ણ, રજતઅને કાંસ્ય એમ કુલ ત્રણ ચંદ્રક જીત્યા છે

રાજકોટના પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએચીનના બેઇજીંગ ખાતે યોજાયેલ ૧૭મીઆંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સુવર્ણ, રજતઅને કાંસ્ય એમ કુલ ત્રણ ચંદ્રક જીત્યા છે. આ ઓલિમ્પિયાડ માટે દેશમાંથી કુલ ૪વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. તેમાં ઓલિમ્પિયાડમાં રૂદ્રને “થિયરી અને પ્રેક્ટિકલ,...