August 23, 2024 3:40 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ ચંદ્રયાનની સફળતાને સમર્પિત છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘટન કરતા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઇસરોની સફર શરૂઆતથી ...

August 23, 2024 3:39 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા. કિવ માટે રવાના થતા પહેલાં શ્રી મોદીએ જણાવ્યું કે, તેઓ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા અગાઉની મંત્રણાને આગળ ધપાવવા અને વર્તમાન યુક્રેન સંઘર્ષનાં શાંતિપૂર્ણ ઉકેલ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા આશાવાદી છે. તે...

August 23, 2024 3:38 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદારો છે અને આ ભાગીદારી વધુ મજબૂત બનશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદારો છે અને આ ભાગીદારી વધુ મજબૂત બનશે. અમેરિકાની સત્તાવાર મુલાકાતના પ્રથમ દિવસે વોશિંગ્ટનનમાં તેમણે ભારતીય મૂળનાં નાગરિકોને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતીય સમુદાય તેમના સાંસ્કૃતિક મૂલ્યોને જાળવીને પોતાનાં મૂળને વળગી રહ્યો છે...

August 23, 2024 3:37 PM

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું છે. તેઓ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ડેમોક્રેટિક પાર્ટીના ચાર દિવસના રાષ્ટ્રીય અધિવેશનના અંતિમ દિવસે લોકોને સંબોધતી વખતે સુશ્રી હેરિસે આ વાતની પુષ્ટિ કરી હતી. સુ...

August 23, 2024 3:36 PM

વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો

વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેઓ અજય કુમાર ભલ્લાના અનુગામી બન્યા છે જેમનો કાર્યકાળ ગઈકાલે સમાપ્ત થયો હતો. શ્રી મોહન 1989 બેચના વહીવટી અધિકારી છે અને અગાઉ તેઓ સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત હતા.

August 23, 2024 3:35 PM

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા, તેઓ નેપાળનાં રહેવાસી હતા. ગુરૂવારે રાત્રે દોઢ વાગે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-એસડીઆરએફને માહિતી મળી હતી કે ભારે વરસાદને પગલે ફાટા વિસ્તારમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયેલા છે. જવ...

August 23, 2024 3:34 PM

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. ગુરૂવારે રાત્રે અહીં શ્રમિકો સુતા હતા ત્યારે છત તૂટવાથી તેઓ દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે ગુરૂવારે રાત્રે થયેલી આ દુર્ઘટનાની જાણ શુક્રવારે સવારે થઈ હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

August 23, 2024 3:33 PM

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:45 કલાકે શરૂ થશે. ભારતના એક મેચમાં ત્રણ પોઈન્ટ છે. માલદીવ સામે ડ્રો રમીને પણ ભારત સેમીફાઈનલમાં પહોંચશે.

August 23, 2024 3:32 PM

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ૩૫૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ૩૫૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે. કેટલાંક જિલ્લામાં ગત જુલાઈ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે પાકોને વ્યાપક નુકશાન થયું હતુ. રાજ્યના ૪૫ તાલુકાઓનો ૪ લાખ છ હ...

August 23, 2024 3:31 PM

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું.. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની પીડા દૂર કરવા ગુજરાત પોલીસની ટીમે માત્ર ૨૦ દિવસમાં ૨ લાખ ૫૮ હજારથી ...