August 26, 2024 3:36 PM

સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી

સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે નકલી સમાચારનો પર્દાફાશ કર્યો હતો. મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે, ગરીબોને આર્થિક સહાયની આડમાં એક મેસેજિંગ એપ દ્વારા આ કૌભ...

August 26, 2024 3:34 PM

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી છે. હૂમલાખોરોએ ટ્રક અને બસમાંથી પ્રવાસીઓની ઓળખ પૂછીને ગોળીબાર કર્યો હતો. આસિસ્ટન્ટ કમિશનર મુસાખાલી નજીક કાકરે જણાવ્યું કે, સશસ્ત્ર હૂમલાખોરોએ મુસખેલમાં ધોરી માર્ગમાં અવરોધ ઊભો કરીને ટ્રકો અને બસમાંથી પ્રવાસીને નીચે ઉતાર્યા હત...

August 26, 2024 3:32 PM

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની ...

August 26, 2024 3:30 PM

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજનાના અમલીકરણને મંજૂરી આપી

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે કેન્દ્રની યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ના અમલીકરણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના 1 માર્ચ, 2024થી લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના અને સ...

August 26, 2024 3:28 PM

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે. ભારત સહિત વિશ્વના ટેનિસ ચાહકોની નજર ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર રહેશે. સુમિત નાગલ 2019 પછી 1 વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની સિંગલ્સ ઈવેન્ટમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બનશે. ટેનિસ રેન્કિંગમાં 72મું સ્થાન ધરાવતા નાગલ આ...

August 26, 2024 3:26 PM

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં થઇ પાણીની ભરપૂર આવક

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી બે લાખ 47 હજાર 363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...

August 26, 2024 3:25 PM

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસી રહ્યો છે ભારે વરસાદ

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાની અંબિકા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.. નવસારી જિલ્લા વહીવટી તંત્રે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રના સંકલનમાં રહેવા સૂચના આપી છે. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે 3 સ્ટેટ હાઇવે, જિલ્લા...

August 26, 2024 3:23 PM

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી અંદાજે 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 4...

August 26, 2024 7:47 PM

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી હતી. બેઠક દરમિયાન ભારત અને સિંગાપુરના નેતાઓએ બંને દેશો વચ્ચે ભાવી ક્ષેત્રોમાં સહકાર વધારવાની તકો અંગે ચર્ચા કરી. બંને દેશોએ છ મુખ્ય કેન્દ્રોની પસંદગી કરી છે. જેમાં ડિજીટલીકરણ, કૌશલ્યવિકાસ, સ્થિરતા, આરોગ્ય અને સારવાર તેમજ અત્યાધુન...

August 26, 2024 3:15 PM

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અ મકાન સહિતના અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વીડિયો કોન્ફરેન્સથી જોડાશે. આ ઉપરાંત હવામન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ...