પ્રાદેશિક સમાચાર

September 24, 2024 7:22 PM

જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી દક્ષિણ કમાન્ડનો પદભાર સંભાળતા પૂર્વેલેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડના વડા હતા.તા. 1 જુલાઈ 2024 થી તેઓએ દક્ષિણ કમાન્ડના જનરલ...

September 24, 2024 7:19 PM

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાઅને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપીજિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છ...

September 24, 2024 3:12 PM

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે.. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હ...

September 24, 2024 3:10 PM

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃશ્રાદ્ધનું અનેરું મહત્વ….

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ માટેના પવિત્ર સ્થળ માતૃગયા ખાતે એકસાથે 200 પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરાયું છે. અહીં પવિત્ર યાત્રાધામ વિકાસ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યાત્રાળુઓને મળતી સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા-વિધિ માટેના સ્થળ, ઑનલાઈન નોંધણી જ...

September 24, 2024 3:05 PM

મહેસાણામાં આવેલા બહુચરાજી મંદિરના ચાચર ચોકમાં આગામી ત્રીજી ઑક્ટોબરથી 12 ઑક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ ઉજવાશે

મહેસાણામાં આવેલા તીર્થધામ બહુચરાજી મંદિરના ચાચર ચોકમાં આગામી ત્રીજી ઑક્ટોબરથી 12 ઑક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. આ માટે મંદિરમાં ત્રીજી ઑક્ટોબરે ઘટસ્થાપન વિધિ થશે. જ્યારે નવ ઑક્ટોબરે શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. 11મી તારીખે યજ્ઞની પૂર્ણાહૂતિ અને માતાજીની પાલખી પણ નીકળશે. 12મીએ દશેરાના દિવસે મ...

September 24, 2024 3:02 PM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી આજે યોજાઈ રહી છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ 58 બૂથ પર મતદાન થઈ રહ્યું છે અને આ ગુરૂવારે મતગણતરી યોજાશે. સામાન્ય રીતે વિવિધ શ્રેણીની નવ બેઠક માટે સભ્યની ચૂંટણી કરવાની હોય છે, પણ આમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે એક ...

September 24, 2024 3:00 PM

સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા કારખાનામાં આગની ઘટના..

સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગ્યાના અહેવાલ છે. સુરતનાં અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, આગની ઘટનામાં અત્યાર સુધી પાંચથી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. હાલમાં પોલીસ સહિત કતારગામ અને કોસાડ અગ્નિશમન દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે.

September 24, 2024 3:14 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સરેરાશ 183 ટકા વરસાદ કચ્છ અને 131 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 130 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન ...

September 24, 2024 11:29 AM

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમા...

September 24, 2024 11:26 AM

‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનાં ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે કામગીરી કરવામાં આવી રહી છે

‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનાં ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગામની શાળાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.