August 7, 2024 10:29 AM

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગાયોજના અંતર્ગત જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગાયોજના અંતર્ગત જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબકાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી આપી, સામૂહિક કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના...

August 7, 2024 10:18 AM

તિરંગા યાત્રા સંદર્ભે ગઈકાલે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

તિરંગા યાત્રા સંદર્ભે ગઈકાલે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ ગઈ. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ યાત્રાના સુચારું આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાંક જરૂરી સૂચનો ...

August 7, 2024 10:07 AM

રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કે.વાય.સી ફરજિયાત કર્યું

રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કે.વાય.સી ફરજિયાત કર્યું છે, ત્યારે રેશનકાર્ડ માટે ઈ કેવાયસી સંદર્ભે રાજ્ય વ્યાપી ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાજકુમારે ગઈકાલે ગાંધીનગરના મોટા ચિલોડા ગ્રામ પંચાયત ખાતે માટે ઈ-કે.વાય.સી અભિયાન સંદર્ભે ડેમોસ્ટ્રેશન નિહાળી સમગ્ર પ્રક...

August 7, 2024 9:46 AM

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સેન્ટ કિટ્સ અને નેવિસના વિદેશ મંત્રી ડેન્ઝિલ ડગ્લાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સેન્ટ કિટ્સ અને નેવિસના વિદેશ મંત્રી ડેન્ઝિલ ડગ્લાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશોના વિદેશ મંત્રીઓએ ડિજિટલ સેવાઓ, સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં દ્વિપક્ષીય ભાગીદારી વધારવા પર ચર્ચા કરી હતી . ડૉ. જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્...

August 7, 2024 9:33 AM

ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે.

ભારતીય મહિલા કુશ્તીના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ છે. ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે. વિનેશનો મુકાબલો અમેરિકાની ખેલાડી સારા એન હિલ્ડેબ્રાંટ સાથે થશે. ભારતીય સમય અનુસાર રાતે 9 વાગીને, 45 મિનિટે આ મેચ...

August 7, 2024 9:19 AM

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે. ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રપતિ ભવન – બંગભવનમાં સૈન્યના ત્રણેય પાંખના વડાઓ, વિદ્યાર્થી આંદોલનના 13 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે થયેલી બેઠક બાદ રાષ્ટ્રપતિએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ...

August 7, 2024 9:06 AM

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી શરૂ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આગામી 21 ઑગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટેની રજૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કરી છે. અધ્યક્ષે રાજ્યપાલ શ્રીને કરેલી રજૂઆતમાં 21 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી સભાગૃહ બોલાવવા માટેનું અહ્વાન કર્યું છે. અધ્યક્ષ દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ દિવસે સભાગૃહની બેઠકમાં ઉપસ્...

August 7, 2024 8:54 AM

રાજ્યમાં અત્યાર સુધીમાં એન્કેફેલાઇટીસ – ચાંદીપુરાના કુલ 159 કેસો નોંધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં એન્કેફેલાઇટીસ - ચાંદીપુરાના કુલ 159 કેસો નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં 7 કેસ જ્યારે અમદાવાદ, જામનગર, મોરબી, વડોદરા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભરૂચ, પોરબંદર અને પાટણ જિલ્લામાં સૌથી ઓછા 1-1 પોઝીટીવ કેસ મળેલ છે. નોંધાયેલ 159 કેસમાંથી કુલ 71 દદીઓ મૃત્યુ પામ્યા છે....

August 7, 2024 8:40 AM

ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું

રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સના ચોથા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિદ...

August 6, 2024 7:55 PM

લોકસભામાં ફાઇનાન્સ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષોએ જીવન અને તબીબી વિમા પરનો જીએસટી દૂર કરવાની માંગણી કરી

ટીએમસી સાંસદ મોહઆ મોઇત્રાએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગનો હિસ્સો 31 ટકા છે અને ગરીબો ભારતમાં 60 થી 65 ટકા છે. એનસીપી (શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા શૂલેએ જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર GST પાછી ખેંચવાની માંગ કરી હતી.