August 7, 2024 1:59 PM

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે. ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રપતિ ભવન – બંગભવનમાં સૈન્યના ત્રણેય પાંખના વડાઓ, વિદ્યાર્થી આંદોલનના 13 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે થયેલી બેઠક બાદ રાષ્ટ્રપતિએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ...

August 7, 2024 1:54 PM

ખેડૂતોને ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ આપવા માટે બેંકોને RBIની સૂચના

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક - RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદ...

August 7, 2024 11:48 AM

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવા...

August 7, 2024 11:43 AM

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક – SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક - SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી છે. કેબિનેટની નિમણૂંક સમિતિએ ત્રણ વર્ષના સમયગાળા માટે શ્રી શેટ્ટીની નિમણૂંક માટે નાણાકીય સેવાઓ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેઓ વર્તમાન ચેરમેન દિનેશ કુમાર ખારાનું સ્થાન લેશે.

August 7, 2024 11:37 AM

RBIએ ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદિત રકમ આપવા જણાવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક - RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદ...

August 7, 2024 11:19 AM

અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ ઉપ રાષ્ટ્ર્પતિ કમલા હેરિસને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા

અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ ઉપ રાષ્ટ્ર્પતિ કમલા હેરિસને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ કોઈ મોટા રાજકીય પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર થનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે. પક્ષના નિવેદન અનુસાર, 99 ટકા પ્રતિનિધિઓએ હેરિસની ઉમેદવારીની તરફેણમાં મતદાન કર્યું ...

August 7, 2024 11:11 AM

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન આજે તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ...

August 7, 2024 11:01 AM

રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે.

રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાથશાળ ઉદ્યોગ ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદાન કરનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કરશે. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારતમાં હાથશાળ પરંપરામાં ટકાઉપણુ નામના પુસ્તકનું અનાવરણ પણ કરશે. દરમિયાન અમ...

August 7, 2024 10:57 AM

પાડોશી દેશ બાંગ્લાદેશમાં તણાવ અને હિંસાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે – કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર

પાડોશી દેશ બાંગ્લાદેશમાં તણાવ અને હિંસાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં હોવાનું કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યુ છે.. ગઈકાલે બાંગ્લાદેશની સ્થિતિ વિશે સંસદના બંને ગૃહોને સંબોધતા વિદેશ મંત્રીએ જણાવ્યું કે, સરકાર બાંગ્લાદેશમાં લઘુમતિઓની સ્થિતિ સંદર્ભે નજર રાખી રહી ...

August 7, 2024 10:38 AM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝિલેન્ડના ઑકલેન્ડ ખાતે ત્રણ દિવસીય પ્રવાસે પહોંચી રહ્યા છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝિલેન્ડના ઑકલેન્ડ ખાતે ત્રણ દિવસીય પ્રવાસે પહોંચી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુ અહીં શિક્ષણ સંમેલનને સંબોધન કરશે, ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે....