August 8, 2024 10:14 AM

આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય ચાર શહેરમાં 2થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુ...

August 8, 2024 10:12 AM

આજે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે.

આજે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23મા સાંસ્કૃતિક 'હરસિદ્ધિ વન'નું લોકાર્પણ કરશે. 'હરસિદ્ધિ વન'માં વિવિધ પ્રજાતિના 41 હજાર 619 રોપાનું વાવેતર થયું છે. જ્યારે 75મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે રાજ્યમાં 10 કરોડથી વધુ રો...

August 8, 2024 10:00 AM

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે.

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરજિયાત હેલ્મેટના કાયદાના અમલ માટે રાજ્ય સરકારને તાકીદ કરી છે અને અમલીકરણ કરવા 15 દિવસનું આખરીનામું આપ્યું છે. આ ઉપરાંત વડી અદાલતે રોં...

August 7, 2024 8:33 PM

દેશનાં 1936 એક સ્ટેશન – એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે

સરકારે આજે જણાવ્યું છે કે, દેશનાં એક હજાર સાત સો બે રેલવે સ્ટેશનો પર કુલ એક હજાર નવ સો છત્રીસ એક સ્ટેશન - એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે, કુલ 67 હજાર નવ સો 89 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. તેમણે જણાવ્યું કે, ભારતીય રેલવે આ યોજનાને આગળ ધપાવવા ...

August 7, 2024 8:30 PM

નવ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે

નવ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટે આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22મીએ થશે

August 7, 2024 8:28 PM

આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજા...

August 7, 2024 8:28 PM

સરકારે આજે દાવો કર્યો છે કે 2023-24ની વર્તમાન ખાંડ મોસમમાં શેરડીના ખેડૂતોનાં બાકી લેણામાંથી જુલાઇ મહિના સુધીમાં લગભગ 95.3 ટકાની ચૂકવણી કરી દેવામાં આવી છે

સરકારે આજે દાવો કર્યો છે કે 2023-24ની વર્તમાન ખાંડ મોસમમાં શેરડીના ખેડૂતોનાં બાકી લેણામાંથી જુલાઇ મહિના સુધીમાં લગભગ 95.3 ટકાની ચૂકવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, શેરડીના ખેડૂતોનાં બાકી લેણા ચૂકવવા માટે કેન્દ્ર સરકારે વિવિધ પગ...

August 7, 2024 8:24 PM

જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાની લોરાન ખીણમાં આજથી 10 દિવસની શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, જે 19 ઓગસ્ટે રક્ષાબંધન સુધી ચાલશે

જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાની લોરાન ખીણમાં આજથી 10 દિવસની શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, જે 19 ઓગસ્ટે રક્ષાબંધન સુધી ચાલશે. યાત્રા માટેની પ્રથમ ટૂકડી આજે સવારે કડક સલામતી વચ્ચે જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રિ નિવાસથી રવાના થઈ હતી. 700 યાત્રાળુમાં મોટા ભાગનાં ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્...

August 7, 2024 8:34 PM

આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી આજે લાઓસ ખાતે શરૂ

આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી – AIPA એડવાઈઝરી ઑન ડેન્જરસ ડ્રગ્સની સાતમી બેઠક આજે લાઓસ ખાતે શરૂ થઈ. ડ્રગ્સ મામલા અંગે સંસદનું ધ્યાન દોરવું અને તેની ભૂમિકાને મજબૂત બનાવવી એ આ બેઠકનું કેન્દ્ર બિંદુ છે. લાઓસ રાષ્ટ્રીય વિધાનસભાના ઉપ-પ્રમુખ ખમ્બે દામલાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં A.I.P.A.ના ...

August 7, 2024 8:23 PM

બાંગલાદેશના ઢાકામાં ભારતના હાઇ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે

બાંગલાદેશના ઢાકામાં ભારતના હાઇ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે. કમિશને તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે, બાંગલાદેશની વર્તમાન સ્થિતને ધ્યાનમાં રાખતા ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓને સ્થાનિક મુસાફરી ટાળવાની અને ઘરની બહાર અવરજવર મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છ...