August 13, 2024 11:05 AM

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં 979 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં 979 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે 331.78 લાખ હેક્ટર વિસ્તારમા ડાંગરનુ વાવેતર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 318.16 લાખ હેક્ટર વિસ્તાર કરતા વધુ છે. તેવી જ રીતે ગત વર્ષની 110.08...

August 13, 2024 11:04 AM

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, શ્રી ઝરીફે કહ્યું કે તેઓ નવી ઈરાની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે તેમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી અને તેઓ કહી રહ્યા છે કે 19 નામાંકિત મંત્રીઓમાંથી ઓછામાં ઓછા સા...

August 13, 2024 11:03 AM

ફ્રેન્ચાઇઝી આધારિત T20 ટૂર્નામેન્ટ , બિગ ક્રિકેટ લીગ BCLનું આયોજન કરાયું છે

ફ્રેન્ચાઇઝી આધારિત T20 ટૂર્નામેન્ટ , બિગ ક્રિકેટ લીગ BCLનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્ટ દ્વારા સ્થાનિક ખેલાડીઓને તેમના ક્રિકેટિંગ હીરો સાથે રમવાની તક આપશે. BCL રાષ્ટ્રીય પ્રસારણકર્તા પ્રસાર ભારતી સાથે હાથ મિલાવ્યા છે. બીસીએલનું ઉદઘાટન આ વર્ષે સપ્ટેમ્બરમાં લખનૌમાં યોજાશે. BCL નું સમગ્ર દેશમાં DD સ...

August 13, 2024 11:02 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -EPFO આજે ‘ફંડ ટ્રાન્સફર’ વિષય પર 5મું જીવંત સત્ર યોજશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -EPFO આજે ‘ફંડ ટ્રાન્સફર’ વિષય પર 5મું જીવંત સત્ર યોજશે. જેનો ઉદ્દેશ સભ્યો અને પેન્શનરોને વિવિધ સેવાઓ વિશે માહિતી પૂરી પાડવાનો છે. આ સત્ર EPFOના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે સત્ર દરમિયાન નિષ્ણાતો...

August 13, 2024 11:01 AM

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. આગથી વૃક્ષો, મકાનો અને કારોને નુકસાન થયું છે અને આગને કાબૂમાં લેવા માટે સરકારે યુરોપિયન યુનિયનના સભ્યો પાસેથી મદદ માંગી છે. આગ બીજા દિવસે પણ કાબૂ બહાર છે. તોફાની પવનના કારણે આગ વધુ ફેલાઈ રહી ...

August 13, 2024 11:00 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓને પ્રથમ ત્રણ મહિનામાં જમા રકમના 100 ટકા રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓને પ્રથમ ત્રણ મહિનામાં જમા રકમના 100 ટકા રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તબીબી ખર્ચ અથવા કુદરતી આપત્તિ જેવી કટોકટીના કિસ્સામાં થાપણદાર નાણાં ઉપાડવા માંગે છે તો આવા સમયે થાપણદારે કોઈ વ્યાજ ચુકવવું નહી પડે. જો કોઈ થાપણદાર અન્ય કોઈ કારણસર ઉપાડ કરવ...

August 13, 2024 10:59 AM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમયઅને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ...

August 13, 2024 10:58 AM

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આકાશવાણીના સમાચાર વિભાગ સાથે ...

August 13, 2024 10:56 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ...

August 13, 2024 10:55 AM

ગત વર્ષની તુલનામાં પ્રત્યક્ષ કરની આવક 23.99 ટકાના વધારા સાથે 8.13 લાખ કરોડને પાર પહોંચી

એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 23.99 ટકાનો વધારો થયો છે, જે 8.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર સંગ્રહ 6.55 લાખ કરોડ રૂપિયા હતું. નેટ કલેક્શન 6.93 લાખ કરોડ રૂપિ...