August 17, 2024 8:23 PM

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ચેન્નાઈમાં મરીન પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર અને પુડુચેરીમાં કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવનું પણ ઉદ્ઘાટન કરશે, જે દરિયાઈ પ્રદુષણ ઘટાડવા તેમજ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત ...

August 17, 2024 8:21 PM

ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભાજપના પદાધિકારીઓની બેઠક ચાલી રહી છે

ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભાજપના પદાધિકારીઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર જમ્મુ- કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ, ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.. આ બેઠકમાં પક્ષના ...

August 17, 2024 8:19 PM

વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOએ મંકીપૉક્સ રોગને આંતરરાષ્ટ્રીય આરોગ્ય ઇમરજન્સી જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે મંકીપોક્સ રોગ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી

વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOએ મંકીપૉક્સ રોગને આંતરરાષ્ટ્રીય આરોગ્ય ઇમરજન્સી જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે મંકીપોક્સ રોગ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી નડ્ડાએ મંકીપોક્સના લક્ષણો દેખાય તો રોગના ફેલાવાને રોકવા તેમજ તેને નિયંત્રિત કરવા જરૂરી પગલાં ભરવાના આદે...

August 17, 2024 8:18 PM

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે, કોલકાતામાં ડૉક્ટરની બળાત્કાર અને હત્યાને લઈને માત્ર આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ સમગ્ર દેશ ચિંતિત છે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે, કોલકાતામાં ડૉક્ટરની બળાત્કાર અને હત્યાને લઈને માત્ર આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ સમગ્ર દેશ ચિંતિત છે. આજે ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે, આ ઘટના બાદ સલામતી અને સુરક્ષા અંગે સતત ચિંતા છે અને તે એકલા તબીબી કર્મચારીઓને અસર કરતી બાબત નથી...

August 17, 2024 8:16 PM

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે. મંત્રાલયે કહ્યું કે, આરોગ્ય વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મંત્રાલયે કલકતાની આર.જી. કાર મેડિકલ કોલેજમાં ...

August 17, 2024 8:15 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશના વિવિધ રાજ્યોમાં તબીબો હડતાળ કરી રહ્યા છે

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશના વિવિધ રાજ્યોમાં તબીબો હડતાળ કરી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નિવાસી ડોકટરો અને અનેક તબીબી વિદ્યાર્થીઓએ આજે દિવસ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં આજે ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહ્યા ...

August 17, 2024 8:13 PM

ઈરાકે 3જી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી

ઈરાકે 3જી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી છે. ઇરાકના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ બાબતોના મંત્રી, ફુઆદ હુસૈને આજે 'Empowering the Global South for a Sustainable Future' થીમ હેઠળ યોજાયેલી બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇરાક, ગ...

August 17, 2024 8:12 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સમિટના સમાપન પ્રસંગે સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ રજૂ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે, તેનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે. તેમણે આજે ત્રીજી ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના સમાપન ભાષણમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, આજની ચર્ચાએ સાથે મળીને આગળ વધવાનો માર્...

August 17, 2024 8:09 PM

આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી આધુનિક બનાવશે. કોચીમાં કેરળ હાઈકોર્ટ ખાતે કેન્દ્ર સરકારના વકીલોની રાજ્ય સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું..તેમણે વધુમાં ...

August 17, 2024 8:02 PM

રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી

રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ બંને ગોડાઉનમાં સ્ટોક, અનાજની ગુણવત્તા, પરિવહન સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી. જન્માષ્ટમીના તહેવારો પર સરકારી અનાજ-તેલના...