August 18, 2024 8:29 AM

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે 'પ્રાદેશિક સરસ મેળા'નું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરાયું હતું. આ મેળામાં ૪૫ જેટલા સ્વ-સહાય જૂથોની ૩૫૦થી વધુ મહિલાઓ ભાગ લઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચાણ માટે પ્રદર્શિત કરી રહી છે.

August 18, 2024 8:18 AM

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી.

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી છે.એમ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું.કે રક્ષાબંધનના એક દિવસ અગાઉ એટલે કે, આજે પણ ટપાલ વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી યાદવે ઉંમેર્યું, ટપાલ ...

August 18, 2024 8:14 AM

ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે.

ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે પોલીસના જવાનોને 'પોલીસ મિત્ર'ની ભૂમિકા સોંપવામાં આવી છે.જિલ્લા પોલીસ ગૃહરક્ષક અને જીઆરડીના જવાનો ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે. આ અંગે જિલ્...

August 18, 2024 8:09 AM

GSRTC -દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC-તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, રક્ષાબંધન નિમિત્તે 20 ઓગસ્ટ સુધી 6 હજાર 200 જેટલી અને જન્માષ્ટમીની તહેવાર નિમિત્તે 24 ઑગસ્ટથી 27 ઑગસ્ટ દરમિયાન 5 હજાર 500 જ...

August 18, 2024 8:05 AM

યાત્રાધામોમાં 857.14 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો હાથ ધરાશે.

રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોની આસપાસ આવેલા નાના યાત્રાધામોનો 857.14 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરશે.જે અંતર્ગત 163 વિકાસકાર્યો થઇ રહ્યા છે, જેમાંથી 655 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 76 વિકાસકાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિ હેઠળ છે. ઉપરાંત,70.19 કરોડ રૂપિયાના ખર્ચે 57 ...

August 18, 2024 7:59 AM

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટમાં ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવ્યો હતો.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટમાં ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવ્યો હતો. નવા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી માંડવિયાએ કેન્દ્રીય અંદાજપત્ર અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને પરિસંવાદ કર્યો હતો. મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, નાગરિકોના પ્રશ્નોનો સકારાત્મક નિકા...

August 18, 2024 7:54 AM

પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં પહેલાં ક્રમાંકનું રાજ્ય બન્યું.

પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં પહેલાં ક્રમાંકનું રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ૧૨ હજાર ૧૩૩ મેગાવોટ પર પહોંચી છે.વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-પુન:પ્રાપ્ય ઊર્જામાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે...

August 18, 2024 7:52 AM

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકાના 1003 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકાના 1003 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહ આજે સવારે શહેરનાં થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે.ત્યારબાદ વેજલપુર મકરબા ખાતેથી મિશન થ્રી મિલિયન ટ્રી યોજના હેઠ...

August 17, 2024 8:26 PM

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને શોટ-પુટ સ્ટાર ભાગ્યશ્રી જાધવ ભારતીય દળના ધ્વજારોહક રહશે. આ વર્ષે 84 ખેલાડીનું સૌથી મોટું દળ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉ...

August 17, 2024 8:24 PM

દક્ષિણ લેબનોનના નાબાતીહ જિલ્લામાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં દસ લોકો માર્યા ગયા

દક્ષિણ લેબનોનના નાબાતીહ જિલ્લામાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં દસ લોકો માર્યા ગયા છે. લેબનોનના લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે, બુલડોઝર અને ક્રેન્સથી સજ્જ સિવિલ ડિફેન્સ અને ઇસ્લામિક હેલ્થ ઓથોરિટીની ઘણી ટીમો હજુ પણ નાશ પામેલા ઘરના કાટમાળને દૂર કરવા માટે કામ કરી રહી છે.