August 18, 2024 7:25 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 188 શરણાર્થીઓને નાગરિકતા પત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ' કાર્યક્રમ યોજાયો હતો. અમિત શાહે આજે 188 જેટલા શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના ૯૦, મોરબીના ૩૬, ...

August 18, 2024 7:23 PM

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અમદાવાદ શહેરને મળી 1003 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ

રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી છે. શ્રી શાહે જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે 5000 કરોડ રૂપિયાનાં વિકાસલક્ષી ...

August 18, 2024 3:22 PM

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયત કર...

August 18, 2024 3:20 PM

રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે

ભાઇ બહેનના સ્નેહ દર્શાવનારા રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત નર્મદાની જિલ્લા જેલમાં આજે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયુ હતુ. બહેનોએ રાખડી બાંધી બંદીવાન ભાઈઓને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી સારા નાગરિક બનવા શુભેચ્છા ...

August 18, 2024 3:19 PM

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.. લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઇવે ઉપર શંકાસ્પદ કારને અટકાવીને પોલીસે તેની તપાસ કરતા તમાંથી ચંદનનો જથ્થો મળી આવ્યો છે. કારમાં નાના નાના ટુકડા કરી ચંદનની તસ્કરી કરનાર કાર ચાલકને ઝડપીને તેની પોલીસ દ્વારા સઘન...

August 18, 2024 3:18 PM

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અપાશે. આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમ...

August 18, 2024 3:18 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા – CAA અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા – CAA અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા. અમદાવાદ ખાતે પંડિત દિનદયાળ હોલમાં જનગણના મંત્રાલય આયોજીત કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે મારા પોતાના રાજ્યમાં 188 પરિવારો ભારાત માતાના પરિવારો બની ગયા છે. વધુમા...

August 18, 2024 2:12 PM

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે. જે...

August 18, 2024 2:11 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારિક હમીદ કર્રાએ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ગઈકાલે હોદ્દો સંભાળ્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારિક હમીદ કર્રાએ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ગઈકાલે હોદ્દો સંભાળ્યો. શ્રી કર્રાએ શ્રીનગરની કોઈ પણ વિધાનસભા બેઠક માટે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય વિધાનસભા ચૂંટણી અને તેમની પાર્ટી માટે બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્...

August 18, 2024 2:09 PM

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી છે. દરમિયાન તેમણે વર્તમાન સુરક્ષા વ્યવસ્થા અને અમરનાથજી યાત્રા માટે સેનાની તૈયારી અંગે પણ માહિતી મેળવી હતી. લેફ્ટનન્ટ જનરલ સૂચિન્દ્રએ આયોજન કરવા, સાહસ અને અભિયાનોમાં નોંધપાત્ર ભૂમિકા નિ...