August 19, 2024 11:13 AM

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે

રાજ્યમાં ચાંદીપુરા એટલે કે, વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે. આમાંથી સૌથી વધારે 16—16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુ...

August 19, 2024 11:12 AM

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું છે. નવસારી વેપારી અને ઉદ્યોગ મંડળમાં ગઈકાલે નવનિયુક્ત પ્રમુખ માટે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસે છે. પરંતુ પાણીનો યોગ્ય ઉપયોગ અ...

August 19, 2024 11:11 AM

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી 382 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર બનાવાશે

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનો માર્ગ હાઈસ્પીડ કોરીડોર બનાવાશે. રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવ...

August 18, 2024 8:04 PM

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી ‘મૈયા સમ્માન યોજના’નો પ્રારંભ કરાવ્યો

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી ‘મૈયા સમ્માન યોજના’નો પ્રારંભ કરાવ્યો છે. યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ 57 હજાર, 120 મહિલાઓ લાભાર્થીઓના ખાતામાં DBT દ્વારા પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. યોજના અંગે માહિતી આપતા શ્રી સોરેને જણાવ્યું કે, 21થી 50 વર્ષની મહિલાઓને પ્રતિ માસ આર્થિક સહાય તરીકે દ...

August 18, 2024 8:04 PM

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આવતીકાલથી ત્રણ દિવસના ભારત પ્રવાસે

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આવતીકાલથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા...

August 18, 2024 8:03 PM

ભારતીય ખાદ્ય સુરક્ષા અને પ્રમાણ સંસ્થા- FSSAI એ ખાદ્ય પદાર્થોમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણની વધતી ચિંતાઓને જોતા નવી યોજના શરૂ કરી

ભારતીય ખાદ્ય સુરક્ષા અને પ્રમાણ સંસ્થા- FSSAI એ ખાદ્ય પદાર્થોમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણની વધતી ચિંતાઓને જોતા નવી યોજના શરૂ કરી છે. માઇક્રોપ્લાસ્ટિકના પ્રદૂષણને ઉભરતા જોખમ તરીકે જોતા વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં સૂક્ષ્મ અને નાના પ્લાસ્ટિકના ટુકડાઓને શોધવા વિશ્લેષણાત્મક રીતો વિકસીત કરવા આ યોજનાની શરૂઆત આ...

August 18, 2024 8:02 PM

જાપાનમાં હીટવેવને કારણે સ્થિતિ વણસી રહી છે

જાપાનમાં હીટવેવને કારણે સ્થિતિ વણસી રહી છે. આજે દેશના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. કુમામોટો અને નાગોયા જેવા શહેરોમાં ભીષણ ગરમીને કારણે 36.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે કે દક્ષિણ પશ્ચિમના કેટલાક શહેરોમાં 36.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું....

August 18, 2024 8:01 PM

દેશભરમાં રક્ષાબંધન પર્વને લઇને લોકોમાં ભારે ઉમંગ, રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ નાગરિકોને શૂભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે, રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી...

August 18, 2024 8:01 PM

ઉત્તર પ્રદેશના બુલંદ શહરમાં માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મોત, જ્યારે 37થી વધુ ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જ્યારે 37થી વધુ લોકોને ઈજા થવા પામી હતી. ઘાયલોને નજીકના હૉસ્પિટલોમાં જ્યારે 4 ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને મેરઠની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતોને તા...

August 18, 2024 8:00 PM

ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ

ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ થશે. મીડિયા અહેવાલો અનુસાર, ત્રણ મધ્યસ્થીઓ- ઇજિપ્ત, કતાર અને અમેરિકા સાથે ઇઝરાયેલનું પ્રતિનિધિ મંડળ બુધવારે અને ગુરુવારે યોજનારી વાટાઘાટોમાં ભાગ લેશે. ઇજિપ્ત, અમેરિકા અને ઇઝરાયેલના પ્રતિનિધિઓ હાલ...