August 19, 2024 8:01 PM

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સામાજિક માધ્યમની એક પોસ્ટમાં તેમણે જેઓ સંસ્કૃત ભાષા પ્રત્યે જુસ્સોધરાવે છે અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દરેકને અભિનંદન આપ્યાહતા.

August 19, 2024 8:00 PM

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે.

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે. ભારત ઓસ્ટ્રેલિયા રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ વિસ્તરણ -RISE ના ક્લાયમેટ સ્માર્ટ એગ્રીટેક સમૂહ માટે આ અરજીઓ મંગાવાઈ છે. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે લક્ષ્ય રાખતા વ્યવસાયોને સમર્થન...

August 19, 2024 7:59 PM

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ મંગળવારે સાંજે નવીદિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનાર ત્રીજી ભારત-જાપાન ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણમંત્રાલયની બેઠકમાં ભાગ લેશે. સુશ્રી કામિકાવા અને જાપાનના સંરક્ષણ મંત્રી મિનોરુ કિહારાવિદેશ મંત્રી જયશંકર અને સંરક્ષણ મંત...

August 19, 2024 7:55 PM

સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે : કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગન

કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે, સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. આજે આકાશવાણી, ચેન્નાઇ ખાતે માધ્યમો સાથેની વાતચીતમાં કોલકતાની ઘટનાનો ઉલ્લેખ કરતા શ્રી મુરુગને જણાવ્યું કે, ડોક્ટર્સની સલામતીનો મુદ્દો હોય ત્યાર...

August 19, 2024 7:53 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે. ભારતના પ્રધાનમંત્રી 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે છે. બંનેદેશોના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાતમહત્વપૂર્ણ છે. શ્રી મોદી પોલેન્ડના તેમના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત કરશેઅને રાષ્ટ્રપતિ એન્...

August 19, 2024 7:36 PM

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે.

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે. યાંત્રિક ખામીને કારણે તેમનું અવકાશ યાન પૃથ્વી ઉપર પરત આવી શક્યું નથી. જેને કારણે રાજ્ય સહિત દેશમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.. મહેસાણાના ઝુલાસણ ગામના તેઓ વતની છે ત્યારે ઝુલાસણ ખાતે નિલકંઠેશ્વર મંદિરમાં ગ્રામજનો દ્વારા એક...

August 19, 2024 7:35 PM

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે. તસવીરની કળાએ, માનવ જીવનને બહુઆયામી,રંગ,ભાવ,ઉર્મિઓ સભર બનાવ્યું છે. એક ચોટદાર તસવીર હજાર શબ્દના લખાણ બરાબર પુરવાર થાય છે. વડોદરામાં આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નલિસ્ટસ દ્વારા ત્રણ દિવસના 11મા વાર્ષિક ફોટો પ્રદર્શન ક્લિકનું આયોજન કરવામાં આવ્યું છે. ગોસ...

August 19, 2024 7:31 PM

કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી

કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી.. છેલ્લા ચાર દિવસથી વિરોધના પગલે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવાની માંગને લઈને બી.જે. મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જ્યાં શી ટી...

August 19, 2024 3:24 PM

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે. ડેમના ઉપરવાસમાંથી 17 હજાર ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે,જેને પગલે ડેમની સપાટી 334.80 ફૂટ પર પહોંચી છે.. આજે પાણીનો આવરો 17 હજાર 286 ક્યુસેક છે. તેટલું જ પાણી ડેમના હાઇડ્રો પાવર અને નહેર વાટે છોડાઈ ડેમના રુલ લેવલ જાળવવામાં આવ...

August 19, 2024 3:23 PM

આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુભગ સમન્વય થતાં સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે

આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુભગ સમન્વય થતાં સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે. આજે વહેલી સવારે ચાર વાગે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાલખીયાત્ર...