August 20, 2024 9:21 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે બેઠક કરશે. આ વાટાઘાટો બાદ બંને પક્ષો વિવિધ કરારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. શ્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રીના સન્માનમાં ભોજનું આયોજન કર્યું છે. શ્રી ઇબ્રાહિમ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સાથે મુલાકાત...

August 20, 2024 9:20 AM

ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવીદિલ્હીમાં દ્વીપક્ષીય સંવાદ કરશે

ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવીદિલ્હીમાં દ્વીપક્ષીય સંવાદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મિનોરુ અને વિદેશ મંત્રી યોકો કામાકાવા આ બેઠકમાં ભાગ લેશે. આ દ્વીપક્ષીય સંવાદની સાથે રાજનાથસિંહ જાપાનમાં તેમની સમકક્ષ સાથે બેઠક કરશે...

August 20, 2024 9:19 AM

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે. આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાર અને ડોડા જિલ્લા સહિત 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઑગસ્ટ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બીજા દિવસે એટલે કે 28 ઑગસ્ટના ર...

August 20, 2024 9:18 AM

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી P2P પ્લેટફોર્મને ધિરાણ જોખમોના અનુમાન, ધિરાણ સંવર્ધનની રજૂઆત અથવા બાહેંધરીથી પ્રતિબંધિત કરે છે. જે નાણાકીય વ્યવહારોમાં મુદ્દલ અને વ્યાજ અથવા બંનેના સંપૂર્ણ ...

August 20, 2024 9:17 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે એથ્લિટ્સ ભારતના ધ્વજધારક તરીકે પેરિસ જઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેરિસમાં ખેલાડીઓની હાજરી સાથે દ...

August 20, 2024 9:16 AM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર જમ્મૂ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશની ઉપર વરસાદી સિસ્ટમ બનેલી છે, જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત આસપાસના વિસ્તારો...

August 20, 2024 9:15 AM

તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે

તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં જોગુલંબા ગડવલ જિલ્લાના એજામાં આજે સવારે પાંચ વાગ્યા...

August 20, 2024 9:14 AM

રશિયા – યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધ દરમિયાન રશિયન સેનાએ પૂર્વીય યુક્રેનના વધુ એક શહેર પર કબ્જો કરી લીધો છે

રશિયા - યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધ દરમિયાન રશિયન સેનાએ પૂર્વીય યુક્રેનના વધુ એક શહેર પર કબ્જો કરી લીધો છે. રશિયન સેનાએ ડોનેસ્કના જાલિજને શહેર પર કબ્જો કરતા અંદાજે 53 હજાર લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રશિયાના સરંક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતા એક નિવેદનમાં કહ્યું છે કે રશિયન દળો ડોનેસ્ક વિસ્ત...

August 20, 2024 9:13 AM

રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે

રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે. 15 વિધાનસભાનું આ સત્ર 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ ત્રિદિવીસય સત્રમાં રાજ્ય સરકાર મહત્વના સાત ખરડા પર ચર્ચા કરશે. જેમાં કાળા જાદુ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ ખરડો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનો ખરડો, સૌરાષ્ટ્ર ઘરખેડ, પ્રોહિ...

August 20, 2024 9:12 AM

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ધી પોરબંદર જિલ્લા વેપારી અને ઉદ્યોગ મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી માંડવિયાએ જિલ્લાના ઔદ્યોગિક-વ્યાપારીક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્ન તેમ જ ત...