August 27, 2024 7:41 PM

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. આ તબક્કામાં છ જિલ્લાની 24 બેઠકો માટે 18 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે. 30 ઑગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. આગામી બે તબક્કા માટે 25 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરના રોજ મતદાન થશ...

August 27, 2024 7:18 PM

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પટેલ વરસાદ બાદ રાહત કામગીરીની સમીક્ષા કરવા અહીં પહોંચ્યા હતા. શ્રી પટેલે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી તેમણે આવતીકાલ...

August 27, 2024 7:16 PM

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. કચ્છ- મોરબી હાઇ- વે બંધ થથાં સાંસદ વિનોદ ચાવડાએ સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને રાધનપુરના રસ્તા પર આવવા-જવા અપીલ કરી હતી. કચ્છ નાની ખેડોઇ નજીક માધવનગરમાં 100થી વધુ ગાયોને અંજાર પોલીસ દ્વારા બચાવી ...

August 27, 2024 7:14 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતની રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની છ કોલમ ટુકડી ફાળવી છે. વરસાદથી વધા...

August 27, 2024 7:12 PM

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પંચમહાલ જીલ્લાના 288, ખેડાના 88, આણંદના 41 અને વડોદરા જીલ્લાના 152 સહિત કુલ 569 ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે,જેને પુનઃસ્થાપિત કરવા માટે એમજીવીસીએલની 536 ટીમોમાં...

August 27, 2024 7:11 PM

પંચમહાલ જિલ્લામાં ઇ-ચલણ (મેમો) અંગે 14 સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે

પંચમહાલ જિલ્લામાં ઇ-ચલણ (મેમો) અંગે 14 સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે.જિલ્લામાં સલામતીના ભાગરૂપે ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ દ્વારા સી.સી.ટી.વી.કેમેરા મોનિટરિંગ કરી ઇ-મેમો આપવાની કામગીરી ચાલી રહી છે. ઇ-મેમોના બાકી દંડ અંગે જિલ્લામાં આશરે ૪૨૦૦ વાહન ચાલકો વિરૂદ્ધ આ પ્રિલિટીગેશન લોક અદાલતનું આયોજન કરવામ...

August 27, 2024 7:10 PM

શહેર જેવી જ સુવિધા ગામડામાં મળતી હોવાથી અહીંના લોકો હવે શહેર તરફ ઓછા જઈ રહ્યા છે :કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા

શહેર જેવી જ સુવિધા ગામડામાં મળતી હોવાથી અહીંના લોકો હવે શહેર તરફ ઓછા જઈ રહ્યા છે, તેમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ભાવનગરમાં પાલિતાણાની દેદરડા પ્રાથમિક શાળાની ઇમારતના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત શ્રી માંડવિયાએ ઉંમેર્યું, સુખી અને આરોગ્યપ્રદ જીવન ગામડાઓમાં જ મળી રહે છે. શ્રી માંડવ...

August 27, 2024 7:08 PM

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર તેમ જ જુનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર તેમ જ જુનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના...

August 27, 2024 3:42 PM

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ટુકડી ફાળવી

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ટુકડી ફાળવી છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આ ટુકડી વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં તહેનાત કરવા...

August 27, 2024 3:39 PM

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે આણંદમાં 10 અને ખેડામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, છેલ્લા 24...