August 28, 2024 7:20 PM

વલસાડની 8 વર્ષીય જૈવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી “12th ઓપન ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ”માં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા

વલસાડની 8 વર્ષીય જૈવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી "12th ઓપન ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ"માં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. ત્રીજા ધોરણમાં ભણતી જૈવીને નાનપણથી જ કુડો સ્પર્ધામાં ઉંડો રસ હતો. 25 મી ઓગસ્ટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા થઇ હતી.

August 28, 2024 7:17 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા હતા.. આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીની વિગતો આપવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના મોરાણા ગામે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ...

August 28, 2024 7:15 PM

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાણવડમાં સાડા સાત ઇંચ અને ખંભાળિયામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. નર્મદા ડેમાં 85 ટકા કરતાં વધુ જળસંગ્રહ છે રાજ્યના 118 ડેમ હાઇએલર્ટ પર છે.. રાજ્યમાં અત્યાર સુધીમાં 28 હજાર 495 લોકોનું સ...

August 28, 2024 7:14 PM

રાજ્યના કરાર આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો

રાજ્યના કરાર આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના દર માસના વેતનમાં વધારો કરાયો છે. પ્રતિ માસ વેતન વધારીને ૧ લાખ ૩૦ હજાર રૂપિયા આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અંદાજીત ૩૭ ટકા જેટલો વધા...

August 28, 2024 7:13 PM

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આજવા સરોવર અને દેવ ડેમમાંથી આવેલા પાણીને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને શહેરના ક...

August 28, 2024 7:12 PM

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જે અંતર્ગત નર્મદા ડેમ હાલ ૧૩૪.૧૩ મીટર, કરજણ ડેમ ૧૦૮.૬૩ મીટરની આસપાસ છલકાયા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી ૨ લાખ ૧૦ હજાર ૬૨૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં થઇ રહેલી...

August 28, 2024 7:11 PM

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. જેમાં રોડરસ્તા, મકાનો અને ખેતી પાકોને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે..જેમાં અરવલ્લીના સરડોઇ ગામે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી.. વરસાદી ભેજના કારણે મકાનની દીવાલ અને ધાબુ ધરાશાઇ થતા એક મહિલા ઇજાગ્રસ્ત બની હતી.....

August 28, 2024 7:10 PM

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યના અમરેલી, ભુજ, બોટાદ, દાહોદ, ગાંધીધામ, જેતપુર નવાગઢ, પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ-ત્રણ ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે. આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતાં સ્થાનિક પ્ર...

August 28, 2024 7:08 PM

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ જાપાન-ગુજરાત વચ્ચેના મૈત્રીપૂર્ણ ઘનિષ્ઠ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉષ્માપૂર્વક વિમર્શ કર્યો હતો. જાપાનની 350 થી વધુ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે....

August 28, 2024 7:07 PM

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેજર બગ્ગાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ભારતીય ભૂમિ સેનાની સાત કોલમ બચાવ અને રાહત કાર્યમાં રાજ્યના વહીવટી તંત્રના સહયોગમાં તહેનાત છે.