September 2, 2024 9:48 AM

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારત દ્વારા આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, બાંગ્લાદેશના 6 વિદ્યાર્થી નેતાઓના વિઝા પર ભારતે પ્રતિબંધ લગાવ્યો હોવાના અહેવાલો...

September 2, 2024 9:48 AM

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવી કોઈ નિમણૂકની જાહેરાત કરાઈ નથી, તેથી આ યોજનામાં ગ્રાહક પ્રતિનિધિ તરીકે 28 હજારના માનદ વેતનથી નિમણુંક ...

September 2, 2024 9:47 AM

પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત રાખ્યું હતું

પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિનાબેન પટેલે મેક્સીકન એથ્લેટ માર્થા વર્ડિનને હરાવી WS4 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતીય એથ્લેટ નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજતચંદ્રક મેડ...

September 2, 2024 9:46 AM

મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે

મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે. ગઈકાલે મલેશિયાના સેરેમ્બનમાં રમાયેલી મેચમાં અભયસિંહે, હોંગકોંગના ટોચના ક્રમાંકિત ત્સ્ઝકવાન લાઉને 41 મિનિટમાં 7-11, 11-8, 12-10, 11-4 સાથે વિશ્વના અનુભવી પ્રતિસ્પર્ધીને 3-1...

September 2, 2024 9:45 AM

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગએ જણાવ્યું કે વિદર્ભ પ્રદેશમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. એ સાથે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટક, રાયલસીમા, કેરળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયા સ્થળો પ...

September 2, 2024 9:44 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગનું સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવા માર્ગ અને મકાન વિભાગને નિર્દેશ આપ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગનું સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવા માર્ગ અને મકાન વિભાગને નિર્દેશ આપ્યા છે. માર્ગ અને મકાન વિભાગે પણ જિલ્લાના મુખ્ય માર્ગોનું સમારકામ સાતમી સપ્ટેમ્બર અને ગ્રામ્ય માર્ગોનું સમારકામ 15મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવ...

September 2, 2024 9:43 AM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, કલાકારો અને સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, કલાકારો અને સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે. સાહિત્ય, સંગીત અને કળા માત્ર મનોરંજનનું માધ્યમ નથી. મનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આધ્યાત્મ તરફ લઈ જાય છે. સંસ્કાર ભારતી ગુજરાત પ્રાન્ત દ્વારા યોજાયેલા સંસ્...

September 2, 2024 9:43 AM

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લોમાં અતિભારે વરસાદની શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞ...

September 2, 2024 9:42 AM

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના, થરાદ ખાતે નગરપાલિકાના 3 કરોડ 17 લાખ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના, થરાદ ખાતે નગરપાલિકાના 3 કરોડ 17 લાખ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ચૌધરીએ થરાદના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી કામ કરવા આહ્વાન કર્યું હતું.

September 2, 2024 9:41 AM

જપ, તપ, ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લાં સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે

જપ, તપ, ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લાં સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે. સોમવતી અમાસના વિશેષ મહાત્મ્યને કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે. રાજ્યભરના શિવમંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું...