તાપીના વ્યારા ખાતે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેન્કો સાથે સંકલન કરીને જરૂરિયાત મંદ લોકોને લોન આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વ્યાજખોરીમાંથી જરૂરિયાતમંદ લોકોને મુક્ત કરાવવા સરકાર કટિબધ્ધ છે.આ પ્રસંગે સંઘવીનાં હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં એક હજાર ત્રણસો ચૌર્યાસી લોકોને 36 કરોડ 36 લાખની લોનનું વિતરણ કરાયું હતું.
Site Admin | July 27, 2024 8:06 PM | ગૃહ રાજ્યમંત્રી | હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી