September 12, 2024 7:50 PM

views 3

રાજ્યના પરિવહનમંત્રી હર્ષ સંઘવીએ નવી 20 અત્યાધુનિક વૉલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો

રાજ્યના પરિવહનમંત્રી હર્ષ સંઘવીએ નવી 20 વૉલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો છે.સંઘવીએ ગાંધીનગર એસ ટી ડેપોથી 20 નવી વૉલ્વો બસોને લીલી ઝંડી આપી હતી.આ પ્રસંગે પત્રકારોને સંબોધતા પરિવહનમંત્રી એ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિક પ્રવાસીઓ માટે આ વૉલ્વો બસોમાં ખાસ સુવિધા મૂકવામાં આવી છે.આ નવી બસ સેવા અંતર્ગત અમદાવાદ સુરત માટે 8 બસો, અમદાવાદ વડોદરા માટે 8, અમદાવાદ રાજકોટ માટે 4 બસો ફાળવવામાં આવી છે. આ તમામ બસોમાં ફાયર સેફ્ટીને લઈને વિશેષ સુવિધાઓ મૂકવામાં આવી છે.

September 9, 2024 7:29 PM

views 3

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે

સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગતરાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વિડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ મામલે 28 જેટલા લોકોની અટકાયતકરી છે તેમજ આ મામલે 3 ગુના દાખલ કર્યા છે. એક ગુનો નાના બાળકો સામે પણ નોંધાયોછે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ મામલાની તપાસ માટેક્રાઈમબ્રાન્ચ,...

September 2, 2024 7:21 PM

views 2

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃસ્થાપનના કાર્યોની સમીક્ષા કરી હતી.શ્રી સંઘવીએ સર્વેની કામગીરી પૂરજોશમાં કરાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આગામી દસ દિવસ સુધી આરોગ્યલક્ષી સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે.વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળી ૧૯ હજાર ૯૦૪ વ્યક્તિનું સ્થળાંતર અને ૬ હજાર ૩૩૦ લોકોનો બચાવાયા હતા. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વીમાકંપનીઓ સાથે સંકલન સાધીને વીમાની રકમ અસરગ્રસ્તોને ઝડપથી...

August 22, 2024 8:17 PM

views 2

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા સરકારે વર્ષ-૨૦૨૩માં રાજ્યના અનેક જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧ હજારથી વધુ લોકોને ૨૬૨ કરોડની લોન આપી છે. રાજ્યમાં ઝુંબેશ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો જવ...

August 18, 2024 8:09 AM

views 2

GSRTC -દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC-તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, રક્ષાબંધન નિમિત્તે 20 ઓગસ્ટ સુધી 6 હજાર 200 જેટલી અને જન્માષ્ટમીની તહેવાર નિમિત્તે 24 ઑગસ્ટથી 27 ઑગસ્ટ દરમિયાન 5 હજાર 500 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા સહિતના વિવિધ શહેરોમાં મુસાફરોના બહોળા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાકોર, શા...

August 8, 2024 8:10 PM

views 3

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે. આજથી આગામી ૧૦ ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની ૧૭મી આવૃત્તિની વિષયવસ્તુ “નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે” છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આજે ભારત, દવા ઉત્પાદન ક્ષેત્રનું હબ બનવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ ...

July 27, 2024 8:06 PM

views 2

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી

તાપીના વ્યારા ખાતે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેન્કો સાથે સંકલન કરીને જરૂરિયાત મંદ લોકોને લોન આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વ્યાજખોરીમાંથી જરૂરિયાતમંદ લોકોને મુક્ત કરાવવા સરકાર કટિબધ્ધ છે.આ પ્રસંગે સંઘવીનાં હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં એક હજાર ત્રણસો ચૌર્યાસી લોકોને 36 કરોડ 36 લાખની લોનનું વિતરણ કરાયું હતું.