August 12, 2024 10:50 AM

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં પવન સાથે છુટા છવાયા વરસાદની શક્યતા

રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. હવામાન વિભાગે બે દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંય ક્યાંક છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

August 6, 2024 10:58 AM

હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, અને સિક્કીમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ઝારખંડ, બિહાર, ઓડિશા અને તટિય બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ તમિલનાડુ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મૂ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં...

August 6, 2024 10:52 AM

રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ – આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના 144 તાલુકામાં ગઈ કાલે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામા પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 150 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં સરેરાશ 30 ઇંચની સામે અત્યાર સુધી 46 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં 124 ટકા વરસાદ પડ્યો છે. નવસારીમાં 96 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તાલુકા પ્રમાણે જોઇએ તો, દ્વારકામાં સૌથી વધુ 250 ટકા અને કલ્યાણપુરમાં 147 ટકા, જૂનાગઢ જિલ્લ...

August 2, 2024 3:08 PM

આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે.આજે સવારે છ વાગે પૂર થતાં ચોવીસ કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 62 મીલીમીટર, ડાંગના આહવા અને વઘઈમાં 50 મીલીમીટર કરતાં વધુ વરસાદ વરસ્યો છે.. વરસાદને કારણે રાજ્યમાં ૭૦ રસ્તાઓ બંધ હાલતમાં છે.. સ્ટેટ હાઈવે હસ્તકના ચાર રસ્તાઓ પણ બંધ થયા છે.જ્યારે પંચાયત હસ્તકના ૬૩ રસ્તાઓ બંધ છે અને અન્ય ૩ રસ્તા અવરજવર માટે સ્થગિત કરાયાં છે. જીલ્લાવાર જોઇ તો પોરબંદરમાં પંચાયત હસ્તકના સૌથી વધુ ૨૩ રસ્તા બંધ, જૂનાગઢમાં પંચાયત હસ્તકના ૧૧ રસ્તા બ...