July 26, 2024 8:32 AM

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. અમારા સંવાદદાંતા જણાવે છે કે, ગઇકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે રાજ્યના 40 ડેમમાં પાણી છલકાયા છે. NDRF ની ટુકડીઓએ ગઇકાલે પૂર અસરગ્રસ...

July 20, 2024 9:00 AM

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અ...

July 15, 2024 9:23 AM

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે ઘણા સ્થળોએ વાહનવ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઇ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્...

July 12, 2024 9:59 AM

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...

July 8, 2024 10:14 AM

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરીમાં શારદા નદીમાં મોટાપાયે પાણીની આવક થઈ છે, જેથી કાં...