September 4, 2024 10:30 AM
રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રશિયન હુમલામાં સૈન્ય સંચાર સંસ્થાન અને એક હોસ્પિટલને નુકસાન થયું છે. યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે, રશિયન હુમલામાં ઘણા સૈન્ય કર્મચારીઓ પણ માર્યા ગયા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હવાઈ હુમલાનું એલાર્મ વાગ્યા બાદ લોકો પાસે બોમ્બપ્રૂફ ઘરો સુધી પહોંચવા માટે પૂરતો સમય નહોતો. પોલ્ટાવા મિલિટરી કમ્યુનિકેશન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે રશિયન મિસ...