September 21, 2024 9:59 AM

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

August 19, 2024 11:11 AM

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી 382 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર બનાવાશે

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનો માર્ગ હાઈસ્પીડ કોરીડોર બનાવાશે. રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવિધા વધે, તેમના સમય અને ઇંધણનો બચાવ થાય તથા આ ક્ષેત્રે પ્રવાસનને વધુ વેગ મળે તે ઉદ્દેશ્યથી આ નિર્ણય કરાયા છે. જે અંતર્ગત વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ હદ સુધી છ-માર્ગીય રો...