July 5, 2024 10:13 AM

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. હાથરસ નાસભાગ દુર્ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. મીડિયા સાથે વાતચીત કરતા અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ છ લોકો આયોજક સમિતિના સભ્યો છે અને સેવાદાર તરીકે કાર્યરત છે. આઈજી માથુરે ઉમેર્યું હતું કે, મુખ્ય આરોપી પ્રકાશ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

July 5, 2024 10:11 AM

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 29 જિલ્લાઓમાં 21 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલે પણ પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ આ જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માજુલી, ધેમાજી અને લખીમપુરની મુલાકાત લીધી...

July 5, 2024 10:10 AM

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે એક ચક્રવાત ઉત્તરપૂર્વ રાજસ્થાન પર કેન્દ્રીય થયુ છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમ...

July 5, 2024 10:08 AM

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કિરણ પહલને 4 બાય 400 મીટર રિલે ટીમમાં આશ્ચર્યજનક રીતે બાકાત રાખવામાં આવ્યા છે. ગઇકાલે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને રિલે ટીમની 28 સભ્યોની જાહેરાત કરી હતી, જેમાં ભાલા ફેંકમાં પ્રથમ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા, એશિયન રમતોત્સવના ચેમ્પિયન તેજીન્દરપાલ સિંહ, અવિનાશ સાબલે, પારુલ ચૌધરી અને અન્નુ રાનીનો સમાવેશ થાય છે. ભાલા ફેંક ખેલાડી ડી પી મનુ ડોપિંગ બદલ સસ્પેન્ડ થતાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પહેલીથી 11 ઓગસ્ટ દરમિયાન એથ્લેટિક સ્પર્ધા રમા...

July 5, 2024 10:07 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેમને વિશ્વાસ છે કે, એથ્લેટ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમણે કહ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે આશા રાખી રહ્યાં છે.

July 5, 2024 10:05 AM

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે. આ માટે સરકાર ટૂંક સમયમાં નવી જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ જાહેર કરશે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટીકે રામચંદ્રને એક કાર્યશાળામાં સરકારની આગામી યોજના અંગે વાતચિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો ભારતીય શિપિંગ બજારની જરૂરિયાતોને ભારતીય શિપયાર્ડ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવે તો વર્ષ 2047 સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થાય તેવી સંભાવના છે. વિવ...

July 5, 2024 10:04 AM

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી છે. ઇજિપ્ત અથવા કતારમાં યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇઝરાયેલે નિર્ણય કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સમર્થિત કતારની અને ઇજિપ્તની મધ્યસ્થી અંગે હમાસ દ્વારા સમર્થન આપવાનો પ્રત્યુત્તર આપ્યો હતો. હમાસના આ પ્રતિસાદ બાદ ઇઝરાયેલે પણ વાટાઘાટોમાં ભાગ લેવાની સંમતિ આપી હતી. આ વાટાઘાટો માટે પ્રારંભિક ચર્ચા પછી, પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રતિનિધિમંડળ મોકલવાની મ...

July 5, 2024 10:02 AM

રાજ્યનાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદઃ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

છેલ્લાં પાંચ દિવસથી રાજ્યનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યનાં 100થી વધુ તાલુકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી. પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઇ કાલે સાંજે છથી આઠ દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઇ કાલે સવારે 6 વાગ્યાથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી તિલકવાડા, પંચમહાલ અને વડગામ તાલુકામાં અઢી ઇં...

July 5, 2024 10:00 AM

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત 'પ્રતિભાવ બેઠક' માં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શાળા પ્રવેશોત્સવની સફળત...

July 5, 2024 9:58 AM

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે.. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઈ કાલે અલગ અલગ કાફે, હોટલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 131 એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ 13 નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતા.. આ ઉપરાંત 26 એકમોને નોટિસ ફટકારીને એક લાખ પંદર હજાર વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.. આ ઉપરાંત જે એકમોના ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળવાની ફરિયાદો મળી હતી ત્યા...