September 18, 2024 10:32 AM

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે. મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સ...

September 18, 2024 9:42 AM

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવનો આજ સાંજ સુધી નબળા પડશે.

September 18, 2024 9:14 AM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાત જિલ્લાઓની 24 બેઠકો પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી. 23 લાખથી વધુ મતદારો, 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

September 18, 2024 9:08 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં હજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે. શ્રી મોદી આ મહિનાની 23મી તારી...

September 18, 2024 8:51 AM

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિત ધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે આવી રહેલા બદલાવો વચ્ચે ભારત અગ્રેસર છે. વધુમાં તેમણે કહ્યું કે લોકોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા વિ...

September 18, 2024 8:42 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓ સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કરશે. ઉપરાંત ઉજ્જૈન ખાતે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે ઈન્દ...

September 15, 2024 10:12 AM

ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ રજત જીત્યો

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે. શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજ ચોપડાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તેઓ માત્ર 1 સેન્ટિમિટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અંડરસન પીટર્સે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે જર્મનીના જૂલિયન વેબર ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સતત ત્રીજી વાર છે કે, જ્યારે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં ચંદ્રક જીત્યા છે.

September 12, 2024 11:42 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે. આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગ...

August 29, 2024 8:59 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક -એકસહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 76 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ છે. આ પરિયોજનાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા,...

August 19, 2024 11:26 AM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી આગળ વધીને દેશની વિવિધતામાં એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના સંકલ્પને મજ...