August 6, 2024 10:57 AM
ભારતની અધ્યક્ષતામાં બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ
ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર ત્રણ દિવસીય આ સંમેલનનું ઉદ્ઘઘટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં બિમ્સટેકના સભ્ય દેશોના મંત્રીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, નીતિ ઘડવૈયા, ઉદ્યોગપતિઓ, તેમજ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બિમસ્ટેક વેપારી શિખર સંમેલન બંગાળની ખાડી વિસ્તારના ત્રણ...