July 11, 2024 7:55 PM

સર્વોચ્ચ અદાલતે NEET UG 2024 કેસની સુનાવણી 18 જુલાઇ પર મુલતવી રાખી છે

સર્વોચ્ચ અદાલતે NEET UG 2024 કેસની સુનાવણી 18 જુલાઇ પર મુલતવી રાખી છે... સીબીઆઇએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી. બેન્ચે જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NTAએ અદાલતનાં 8 જુલાઇનાં આદેશને અનુરુપ સોંગદનામા રજૂ કર્યા છે. જો કે કેટલાંક ફરિયાદીઓ વતી હાજર રહેલા વકીલોને એ સોગંદનામા હજુ મળ્યા નથી. સર્વોચ્ચ અદાલત આજે વિવાદાસ્પદ NEET-UG 2024 મેડિકલ પ્રવેશ પરીક્ષાને લગતી શ્રેણીબદ્ધ અરજીઓની સુનાવણ...

July 1, 2024 3:20 PM

NTA એ NEET -UG ની પુનઃ પરીક્ષા બાદ સુધારેલું પરિણામ અને ક્રમાંક જાહેર કર્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી - NTA એ આજે રિ-ટેસ્ટ પછી 1 હજાર 563 ઉમેદવારો અને NEET -UG પરીક્ષાના તમામ ઉમેદવારોના રેન્કનું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. NTA એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોના સુધારેલા સ્કોર કાર્ડ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારો વેબસાઇટ પર લૉગિન કરી શકે છે અને વેબસાઇટ પર તેમના સંબંધિત સુધારેલા સ્કોર કાર્ડ્સ ઍક્સેસ કરી શકે છે