July 22, 2024 11:19 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું નવીદિલ્હી ખાતે ઉદ્ઘઘટન કર્યું. ભારત પહેલીવાર આ બેઠકની યજમાની કરી રહ્યું છે, જે 31 જુલાઈ સુધી ચલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિક ધરોહરોની જાળવણીની દિશામાં ક્ષમતા વિકાસ તેમજ તકનિકી સહાય માટે ઉપયોગમાં લેવાશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે ભંડોળનો ઉપયોગ ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશો માટે થશે. ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા શ્રી મોદીએ...

July 21, 2024 11:56 AM

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે  તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ ...

July 15, 2024 9:25 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ x પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિધ્ધિ હાંસલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે X પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વિશ્વ નેતાઓ કરતા ઘણા આગળ છે 100 મિલિયન ફોલોઅર્સ વટાવ્યા પછી, શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ વાઇબ્રન્ટ માધ્યમ પર આવીને ખુશ છે અને તેમના ફોલોઅર્સ દ્વ...

July 9, 2024 10:37 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ BRICS, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા સમિટ અને સંયુક્ત રાષ્...

July 8, 2024 10:09 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર...

July 5, 2024 10:20 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રી મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 9 અને 10 તારીખે ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. શ્રી મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેનને મળશે અને ઓસ્...