September 25, 2024 10:57 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હરિયાણાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત સુનિશ્ચિત કરવાનું મન બનાવી લીધું છે. શ્રી મોદીએ આ મહિનાની 14 તાર...

September 21, 2024 10:15 AM

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...

September 19, 2024 9:04 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન ન...

September 17, 2024 9:19 AM

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

September 17, 2024 8:19 AM

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ...

August 19, 2024 11:18 AM

મંકીપૉક્સ વાઇરસના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારનો રાજ્યોને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ

મંકીપૉક્સ વાઇરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મંકીપૉક્સ વાઇરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. બેઠક દરમિયાન શ્રી મિશ્રાએ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. વધુમાં તેમણે લેબોરેટરીઓનું નેટવર્ક વહેલી તકે નિદાન માટે સજ્જ હોવું જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો. હ...

August 12, 2024 10:55 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 109 ઉચ્ચ ઉપજ આપતી, આબોહવા-સ્થિતિસ્થાપક અને બાયોફોર્ટિફાઈડ પાકની જાતોનું વિમોચન કર્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત રજૂ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે. 61 પાકોની 109 જાતોમાં 34 ક્ષેત્રીય પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. બાગાયતી પાકો ફળો, શાકભાજી, વ...

August 5, 2024 2:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વિકસીત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબજ મહત્વપૂર્ણ છે. આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગૅસ ઉત્પાદનના ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં 2020-21માં ગૅસનું ઉત્પાદન 28.7 બિલિયન ક્યૂબિક મીટર હતું અને 2023-24માં વધીને 36.43 બિલિયન ક્યૂબિક મીટર થયું. કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરાયેલા આંકડા પ્રમાણે 2026મા...

July 28, 2024 7:55 AM

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન...

July 27, 2024 8:31 AM

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્...