August 19, 2024 11:12 AM

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું છે. નવસારી વેપારી અને ઉદ્યોગ મંડળમાં ગઈકાલે નવનિયુક્ત પ્રમુખ માટે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસે છે. પરંતુ પાણીનો યોગ્ય ઉપયોગ અને સંગ્રહ કરવો આવશ્યક છે. આ પ્રસંગે રાજ્યના નાણા અને ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પણ વેપારી મંડળની નવી ટુકડીને નવસારીને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ ધપાવવા શુભકામના પાઠવી હતી.