September 9, 2024 6:18 PM

CBIએ લાંચના કેસમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઇજનેર અને એક વચેટિયા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને લાંચના કેસમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઇજનેર અને એક વચેટિયા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. ટીમે 91હજારથી વધુની લાંચની રકમની લેતા બંનેને રંગેહાથ ઝડપ્યા હતા. સીબીઆઈએ અહેવાલ આપ્યો છે કે સર્ચ દરમિયાન, એન્જિનિયરના પરિસરમાંથી લગભગ 2 કરોડ 39 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. તપાસ એજન્સીએ એન્જિનિયર અને ચાર વચેટિયાઓસામે કેસ નોંધ્યો છે

August 2, 2024 10:45 AM

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર કર્યું હતું. 4 મેના રોજ પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરન્સિક તકનિક, AI, CCTV ફૂટ...

July 12, 2024 9:57 AM

CBI એ નીટ-યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ નીટ-યૂજી પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રૉક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે. જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઝારખંડના હઝિરાબાગની એક શાળાના પ્રિન્સિપાલ તેમજ વાઇસ પ્રિન્સિપાલ સામેલ છે. સીબીઆઈ અને વિવિધ રાજ્યોની પોલીસ આ પેપરલીક મામલે દેશવ્યાપી કાવતરાની દિશામાં તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે જુદા જુદ...