July 22, 2024 11:23 AM
સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ, નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2023-24 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ દસ્તાવેજ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રાલયે લખ્યું છે કે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ મુખ્ય આર્થિક સલાહકાર આજે બપોરે પત્રકારોને સંબોધન કરશે. આર્થિક સર્વેક્ષણ એ દેશની અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ હોવાની સાથે ભવિષ્યના વિકાસનો અંદાજ આપે છે. ઉપરાંત અર્થતંત્રની સ્થિતિ, શક્યતાઓ તેમ...