August 22, 2024 10:24 AM

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી આ પૂર્વીય લીગ 25 ઑગસ્ટના રોજ પૂર્ણ થશે. બિહાર યોગાસન ખેલ સંઘ પહેલીવાર તેની મેજબાની કરી રહ્યું છે. આ લીગમાં પૂર્વીય ક્ષેત્રના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. આ લીગનું સીધું પ્રસારણ ખેલો ઇન્ડિયા મહિલા લીગની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરાશે.

August 2, 2024 10:45 AM

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર કર્યું હતું. 4 મેના રોજ પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરન્સિક તકનિક, AI, CCTV ફૂટ...