September 17, 2024 9:19 AM

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

August 6, 2024 10:47 AM

શિક્ષકોનાં ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના અભિવાદન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ1 રેશિયો ઘટ્યો છે. શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભ...

July 31, 2024 7:49 PM

સખીમંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા મુખ્યમંત્રીની મહિલાઓને અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા મહિલાઓને આહવાન કર્યું હતું. લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે તેવો તેમણે મહિલાઓ વિશ્વાસ અપાવ્યો હતો.. મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સખી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ- સહાય જૂથની બહેનો સાથે ...

July 27, 2024 8:15 AM

ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દળ અને રાજ્ય અનામત પોલીસ દળ-(એસઆરપીએફ)ની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના મામલે વિપક્ષ દ્વારા જનતામાં ...