July 21, 2024 8:09 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ચાંદીપુરા વાઈરસ અને એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે, AES કેસની સમીક્ષા કરી હતી.  ચાંદીપુરા વાઈરસ અને AESના કેસની સ્થિતિની ચર્ચા અને સમીક્ષા બાદ નિષ્ણાતોએ ગુજરાતમાં નોંધાયેલા AES કેસના વ્યા...

July 20, 2024 11:50 AM

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કોસ્મેટિકના લાયસન્‍સ વગર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇ પણ પ્રકારની જ્યોતિષી કરવા માટેની ડિગ્રી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પ...

July 20, 2024 9:22 AM

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ 28 કેસ નોંધાયા, સુરત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બનાવાયું

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં વધુ 28 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 58 થઈ છે.  બે દિવસમાં કેસો વધીને બમણા થયા છે. સૌથી વધુ આઠ કેસો સાબરકાંઠામાં નોંધાયા છે. પંચમહાલમાં સાત, જામનગરમાં પાંચ, અરવલ્લીમાં ચાર, મહિસાગર, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં બે કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં વાયરલ એનકેફેલાઇટીસનાં શંકાસ્પદ કેસોની સમીક્ષા કરી હતી. આ પ્...

July 20, 2024 9:00 AM

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અ...

July 5, 2024 9:51 AM

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે. આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્ષા ન યોજવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળ આ સુનાવણી હાથ ધરાશે. ઉમેદવારોના કહ્યા મુજબ જો આ પરીક્ષા ફરીથી લેવાશે તો મહેનતુ અને પ્રામાણીક વિદ્યાર્થીઓએ અન્યાય...

July 5, 2024 9:48 AM

ઔદ્યોગિક નીતિ હેઠળ 32 મોટા એકમો રાજ્યમાં ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે

રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ- ૨૦૧૫ હેઠળ 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ' યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગઇકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને તથા રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં અંદાજીત ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતા ૩૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેનાથી રાજ્યમાં અંદાજિત ૩ હજાર ૭૬૬ જેટલી રોજગારીનું સર્જન થયુ છે. આ મંજૂર કરવામાં આવેલ અરજીઓ પૈકી...