July 9, 2024 10:40 AM

રાજ્યમાં આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે 9 લાખ 27 હજાર 550 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં 10 ...

July 9, 2024 10:37 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ BRICS, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા સમિટ અને સંયુક્ત રાષ્...

July 8, 2024 10:14 AM

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરીમાં શારદા નદીમાં મોટાપાયે પાણીની આવક થઈ છે, જેથી કાં...

July 8, 2024 10:09 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર...

July 5, 2024 10:00 AM

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત 'પ્રતિભાવ બેઠક' માં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શાળા પ્રવેશોત્સવની સફળત...

July 5, 2024 9:56 AM

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી

જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી બાવળીયાએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીના પ્રશ્નો હોય તે જાણીને તેનું નિવારણ લાવવાની અને જરૂર પડ્યે પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્ક...