August 20, 2024 9:19 AM

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે. આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાર અને ડોડા જિલ્લા સહિત 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઑગસ્ટ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બીજા દિવસે એટલે કે 28 ઑગસ્ટના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઑગસ્ટ છે અને જ્યારે 18મી સપ્ટેમ્બરે મતદાન થશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેની અંતિમ મતદાર યાદી આજે જાહેર કરાય તેવી શક્યતા છે. જેમાં મતદા...

August 20, 2024 9:18 AM

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી P2P પ્લેટફોર્મને ધિરાણ જોખમોના અનુમાન, ધિરાણ સંવર્ધનની રજૂઆત અથવા બાહેંધરીથી પ્રતિબંધિત કરે છે. જે નાણાકીય વ્યવહારોમાં મુદ્દલ અને વ્યાજ અથવા બંનેના સંપૂર્ણ નુકસાનની જવાબદારી ધિરાણકર્તાની હોવાનું સુનિશ્ચિત કરે છે. અગાઉ આ પ્લેટફોર્મ પારંપરિક બૅંકિગ ચેનલોને હાસિંયાકૃત કરીને, વ્યક્તિગત ધિરાણકર્તાઓને સીધા ઉધારદાતાઓ સાથે જોડતા હતા. જોકે નવા માળખા અંતર્ગત આ પ્લ...

August 20, 2024 9:17 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે એથ્લિટ્સ ભારતના ધ્વજધારક તરીકે પેરિસ જઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેરિસમાં ખેલાડીઓની હાજરી સાથે દેશનું ગૌરવ જોડાયેલું છે. શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ દેશવાસીઓની શુભેચ્છા ખેલાડીઓની સાથે છે. આ પ્રસંગે ઉપસ્થિત રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું આ વખતે ભારત પેરાલિમ્પિકમાં ભાગ લેવા અત્યાર સુધીની ...

August 20, 2024 9:16 AM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર જમ્મૂ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશની ઉપર વરસાદી સિસ્ટમ બનેલી છે, જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આ અસરથી તટિય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.

August 20, 2024 9:15 AM

તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે

તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં જોગુલંબા ગડવલ જિલ્લાના એજામાં આજે સવારે પાંચ વાગ્યા સુધીમાં સૌથી વધુ અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નાલગોંડા, સૂર્યાપેટ નિઝામાબાદ, વાનપર્થી, યાદદ્રી ભુવનગીરી, સિદ્ધિપેટ, નિર્મલ જિલ્લાના કેટલાક ભાગોમાં ગઈકાલે ભારે વરસાદ નોઁધાયો હતો..

August 20, 2024 9:14 AM

રશિયા – યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધ દરમિયાન રશિયન સેનાએ પૂર્વીય યુક્રેનના વધુ એક શહેર પર કબ્જો કરી લીધો છે

રશિયા - યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધ દરમિયાન રશિયન સેનાએ પૂર્વીય યુક્રેનના વધુ એક શહેર પર કબ્જો કરી લીધો છે. રશિયન સેનાએ ડોનેસ્કના જાલિજને શહેર પર કબ્જો કરતા અંદાજે 53 હજાર લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રશિયાના સરંક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતા એક નિવેદનમાં કહ્યું છે કે રશિયન દળો ડોનેસ્ક વિસ્તારમાં ટોરેસ્ક અને પોકરોવસ્ક તરફ આગળ વધી રહ્યા છે. રશિયા જાલિજનેને સોવિયત કાળથી અર્ટિયોમોવો નામથી ઓળખે છે. તેને માઇનિંગ ટાઉન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તરફ રશિયાના કુસર્કના મોટાભાગ પર નિયંત્રણ મેળવી ચ...

August 20, 2024 9:13 AM

રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે

રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે. 15 વિધાનસભાનું આ સત્ર 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ ત્રિદિવીસય સત્રમાં રાજ્ય સરકાર મહત્વના સાત ખરડા પર ચર્ચા કરશે. જેમાં કાળા જાદુ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ ખરડો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનો ખરડો, સૌરાષ્ટ્ર ઘરખેડ, પ્રોહિબિશન અંતર્ગત પકડાયેલા વાહનોનો નિવેડો લાવવા માટેનો ખરડો રજૂ કરવામાં આવશે. જીએસટી સુધારા ખરડો સહિત અન્ય ખરડા પણ ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન, આજે વિધાનસભા-સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં સત...

August 20, 2024 9:12 AM

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ધી પોરબંદર જિલ્લા વેપારી અને ઉદ્યોગ મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી માંડવિયાએ જિલ્લાના ઔદ્યોગિક-વ્યાપારીક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્ન તેમ જ તેના સકારાત્મક નિરાકરણ મુદ્દે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રોજગારી સર્જન કૌશલ્ય વિકાસ ક્ષેત્રે સરકારની યોજનાઓની અમલવારી કરી, ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાની યોજના અંગ...

August 20, 2024 9:11 AM

સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે

સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યોજાનારા મહાવાવેતર અભિયાન અંતર્ગત 18 હેક્ટરના જંગલમાં હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની પણ કામના કરાશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા, મંત્રી મુકેશ પટેલ અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેશે. રોપા વાવેતરની સાથોસાથ પહોંચી ન શકાય તેવા ભાગમાં ડ્રૉન દ્વારા સીડબૉલનો છંટકાવ પણ કરવામાં આવશે.

August 20, 2024 9:10 AM

અમદાવાદ મહાનગરપાલિકા શહેરના પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાનો જાહેર ખાનગી ભાગીદારી – PPPના ધોરણે વિકાસ કરાશે

અમદાવાદ મહાનગરપાલિકા શહેરના પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાનો જાહેર ખાનગી ભાગીદારી – PPPના ધોરણે વિકાસ કરાશે. આ બગીચામાં વાસણામાં જીવરાજ મેહતા હૉસ્પિટલ પાસે આવેલા સ્વ. હરેન પંડ્યા ગાર્ડન, આનંદનિકેત સ્કૂલ પાસે આવેલા જોધપુર ઔડા ગાર્ડન અને સાયન્સ સિટી રોડ પર આવેલા બગીચાનો સમાવેશ કરાયો છે. આ બગીચાઓના વિકાસ માટે યુ.એન. મહેતા સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે. ત્રણેય બગીચાની સાર સંભાળ કરવાની તમામ જવાબદારી સંસ્થાની રહેશે. તેમ જ બગીચા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સધી જાહેર જનતા માટે ખૂલ્લા રાખવા પડશે.