September 19, 2024 9:32 AM

ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાનાં છ મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એક વાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી હરાવીને બાંગલાદેશ વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી, રિષભ પંત અને કે એલ રાહુલ લાંબા વિરામ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરી રહ્યા છે. મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થશે.

September 19, 2024 9:14 AM

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સાથે આ અંગે સઘન ચર્ચા કરી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચંદ્રયાન-ફોર મિ...

September 19, 2024 9:04 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન ન...

September 18, 2024 11:28 AM

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મેળાના છઠ્ઠા દિવસે ગઈકાલે 4 લાખ 57 હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 26 લાખ 92 હજાર ભક્તોએ દર્શન કર્યા છે. અત્યાર સુધી મંદિરને 2 કરોડ 28 લાખ રોકડ અને 29 કિલો 150 ગ્રામ સોનાનું દાન પ્રાપ્ત થયું છે. મેળામાં અત્યાર સુધીમાં 16 લાખ 61 હજાર મોહનથાળના પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. જ્યારે 4 લાખ 39 હજાર યાત્રાળુઓએ એસ.ટી.બસમાં મુસાફરી કરી હો...

September 18, 2024 11:05 AM

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વનમંત્રી મૂળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત 2 હજાર 300 જેટલા કર્મયોગી આ અભિયાનમાં જોડાયા હતા. વનમંત્રી મુળૂભા...

September 18, 2024 10:51 AM

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો.

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં બે વર્ષનું નાનું બાળક મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય પસાર કરે છે. સમયની સાથે બાળકોનું પરિપ્રેક્ષ્ય બદલાયું છે, જેને સમજવાની જરૂર છે. શ્રી પટેલ સહિત મહાનુભાવોએ યુનિવર્સિટીના 40થી પણ વધુ વાર્ષિકકાર્યોનો પ્રારંભ કરાવ...

September 18, 2024 10:32 AM

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે. મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સ...

September 18, 2024 10:15 AM

રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રિ-ઇન્વેસ્ટ સમિટના બે જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલા રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ "એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત" વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી...

September 18, 2024 9:42 AM

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવનો આજ સાંજ સુધી નબળા પડશે.

September 18, 2024 9:30 AM

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે બાદ ચૂંટણી માટે હવે કુલ 1 હજાર 31 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે, 101 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે. જ્યારે 462 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં એક તબક્કામાં યોજનારી ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે. દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભિવાની અને ફરીદાબાદમાં...