September 16, 2024 2:32 PM

ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે આજે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ ચીનમાં રમાશે

ચીનમાં આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્રણ—એકથી અને પાકિસ્તાનને બે—એકથી હરાવ્યું છે. દરમિયાન સેમિ-ફાઈનલની પહેલી મેચ પાકિસ્તાન અને ચીન વચ્ચે રમાશે.

September 10, 2024 9:02 AM

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ચાર વારનાં ચેમ્પિયન ભારતે અગાઉ પ્રથમ મેચમાં ચીનને 3-શૂન્યથી પરાજય આપ્યો હતો. હરમનપ્રીત સિંહનાં નેતૃત્વ હેઠળની ટીમ આવતી કાલે મલેશિયા સામે રમશે.

August 1, 2024 2:07 PM

પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનનાં સુન યિંગ્શા સામે હારી ગયાં ...