August 8, 2024 2:13 PM

ભારતીય હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન પૂર્વ, પશ્વિમ, ઉત્તર-પશ્વિમ અને ઇશાન ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન પૂર્વ, પશ્વિમ, ઉત્તર-પશ્વિમ અને ઇશાન ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજ્યો માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

August 5, 2024 2:19 PM

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ અઠવાડિયા દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અને 6 અને 7 ઓગસ્ટે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ અઠવાડિયે પૂર્વ ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ મહિનાની 7 થી 9 ...

August 1, 2024 7:41 PM

આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ.થોડા વિરામ બાદ આજે ફરી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ થયો હોવાના અહેવાલ છે. જે અંતર્ગત અમદાવાદ શહેરના થલતેજ, ઇસ્કોન, એસ.જી. હાઈવે, મણિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વલસાડ જિલ્લાના વલસાડ અને ધરમપુર તાલુકામાં 1-1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે કપરાડ...

July 26, 2024 8:32 AM

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. અમારા સંવાદદાંતા જણાવે છે કે, ગઇકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે રાજ્યના 40 ડેમમાં પાણી છલકાયા છે. NDRF ની ટુકડીઓએ ગઇકાલે પૂર અસરગ્રસ...

July 20, 2024 9:00 AM

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અ...

July 18, 2024 8:17 PM

હવામાન વિભાગે તટિય આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે તટિય આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, કોંકણ, ગોવા, તટિય, કર્ણાટક, દક્ષિણ કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, તટિય આઁધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાંક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય રાજસ્થાન, હર...

July 18, 2024 2:29 PM

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આજે, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

July 11, 2024 8:17 PM

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 15મી જુલાઈ સુધી કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસ...