August 28, 2024 11:44 AM

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે, જે આવતી કાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મેદાની અને દરિયાઇ વિસ્તારોમાં પ્રવેશીને પાકિસ્તાન તથા ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના છે. આને કારણે 31 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરા...

August 28, 2024 8:53 AM

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા...

August 27, 2024 7:55 PM

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત પરની ભારે દબાણની પરિસ્થિતી છેલ્લા 6 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધતાં 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં પહોંચશે. જેની અસર હેઠળ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, ઝારખંડ, કોંકણ અને ગોવા, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓમા...

August 26, 2024 3:32 PM

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની વર્તમાન વરસાદની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી તેમજ સ્થિતિનો તાગ મેળવીને તમામ સહાયની ખાતરી આપી હતી. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં...

August 22, 2024 8:03 PM

હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી

ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે આગામી સાત દિવસમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, બિહાર સહિત સાત રાજયોમાં 26મી ઓગષ્ટ સુધીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે પૂર્વ ભારતના છ રાજયોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થઇ શકે છે.

August 22, 2024 3:40 PM

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતમા છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા વિભાગે સૂચના આપી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 655 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 74 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધારે 89 ટકા વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સ...

August 22, 2024 2:13 PM

હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેરળ તેમજ લક્ષદીપમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ઉત્તરાખંડ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા અને ગુજરાતના કેટલાંક ભાગોમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદ પડી શ...

August 18, 2024 8:40 AM

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી.

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે.જેમને લઈ ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આ મહિનાની 20 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે...

August 16, 2024 2:17 PM

આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, કોડાઇકેનાલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે તેમજ કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

August 15, 2024 2:38 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ મહિનાની 18 તારીખ સુધી કેરળ, લક્ષદ્વીપ, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગે આગામી છ દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર-પૂર્વ ભારતમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર,...