September 16, 2024 2:44 PM

આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પશ્ચિમ—ઉત્તર—પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન આ દબાણ ઝારખંડ અને છત્તીસગઢમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દબાણના કારણે ગઈકાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તાર અને ઓડિશામાં ઉત્તરના કેટલાક ભાગોમ...

September 12, 2024 2:32 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બિહાર, ઓડિશા, ઝારખંડ નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, અઠવાડિયા દરમિયાન મધ્ય ભારત, કોંકણ, ગોવા અને ગુજરાતમાં  હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.દરમિયાન દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે.વરસાદને કારણે આજે સવારે રાજધાનીમાં વાહનવ્યવહાર પર ...

September 11, 2024 10:44 AM

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

September 9, 2024 3:08 PM

આગામી 24 કલાકમાં ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ આગામી 24 કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તીત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત તેલંગાણા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભના કેટલાંક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, કર્ણાટક, આસામ, મેઘાલય, સિક્કિમ, ઝારખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

September 5, 2024 12:08 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમ જ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યના ગઈકાલે સવાર છથી આજે રાત્રે બે વાગ્યા સુધી 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ...

September 4, 2024 11:00 AM

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

September 4, 2024 10:14 AM

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

September 2, 2024 7:19 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગે આવતીકાલે સુરત અને ભરૂચમા રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આણંદ, વડોદરા, નર્મદા સહિતના દક્ષિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ્ એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે..

September 2, 2024 3:27 PM

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે.. આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ, નવસારીના વાંસદામાં સાડા પાંચ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. અમરેલીના જાફરાબાદ બંદરે દરીયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો, જેમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવીને માછી...

August 29, 2024 9:54 AM

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તરઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી ઉત્તરપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, ગુ...