September 26, 2024 8:12 PM

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે દેવલિયા- નસવાડી હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક વૃક્ષને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત્ત કરાયો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં ૫૯ મિલીમીટર વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે એક થી બે ઇંચ...

September 26, 2024 3:40 PM

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. આજના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું અનુમાન કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, નવસારી, તાપી તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ડાંગ, નવસારી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે....

September 26, 2024 2:36 PM

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના કેટલાંક સ્થળોએ આજે હળવો વરસાદ નોંધાયો છે.

September 26, 2024 12:05 PM

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

September 26, 2024 10:13 AM

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-BMC એ આજે મુંબઇમાં તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. બીએમસીએ નાગરિકોને અનિવાર્ય હોય તો જ...

September 25, 2024 3:08 PM

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા,તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાના 95 તાલુકામાં હળતોથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે.સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 127 ટકા વરસાદ વરસ્યો છે. આમાંથી સૌથી વધુ 183 ટકા વરસાદ કચ્છમાં,132 ટકા દક્ષિણ ગુજરાત...

September 19, 2024 3:33 PM

હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તેમજ દાદરા નગર હવેલીમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવતીકાલે છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

September 19, 2024 2:21 PM

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિત પૂર્વોત્તરના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

September 19, 2024 9:54 AM

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને આસપાસનાવિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

September 18, 2024 9:42 AM

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવનો આજ સાંજ સુધી નબળા પડશે.