September 26, 2024 12:05 PM

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

September 26, 2024 10:13 AM

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-BMC એ આજે મુંબઇમાં તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. બીએમસીએ નાગરિકોને અનિવાર્ય હોય તો જ...

September 22, 2024 8:47 AM

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABARDના આર્થિક સહયોગથી અને દીપક ફાઉન્ડેશન અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિ, કુકરદાના સહયોગથી ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ કુકરદા, તરોલ, પિસાયતા અને સાંકળ ગામોમાં સહિયારી અને ખાનગી જમીનના ધોવાણ અટકાવવા ...

September 19, 2024 9:54 AM

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને આસપાસનાવિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

September 18, 2024 9:42 AM

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવનો આજ સાંજ સુધી નબળા પડશે.

September 11, 2024 10:44 AM

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

September 5, 2024 12:08 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમ જ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યના ગઈકાલે સવાર છથી આજે રાત્રે બે વાગ્યા સુધી 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ...

September 4, 2024 11:00 AM

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

September 4, 2024 10:14 AM

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

August 29, 2024 9:54 AM

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તરઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી ઉત્તરપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, ગુ...